Plane Helicopter Collision Video: ગયા વર્ષે વોશિંગ્ટનના રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ નજીક હવામાં થયેલી ટક્કરનો ભયાનક વિડિયો સામે આવ્યો છે.
29 જાન્યુઆરી, 2025ના રોજ થયેલા આ અકસ્માતમાં અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 5342 અને યુએસ આર્મી બ્લેક હોક હેલિકોપ્ટરનો સમાવેશ થતો હતો, જેમાં કુલ 67 લોકો માર્યા ગયા હતા.
બે વિમાનો અથડાયા હતા
કેનેડિયન બનાવટનું બોમ્બાર્ડિયર CRJ-701 જેટ કેન્સાસથી વોશિંગ્ટન જઈ રહ્યું હતું. તે લગભગ 400 ફૂટની ઊંચાઈએ 140 mphની ઝડપે ઉડી રહ્યું હતું.
આ દરમિયાન, એક બ્લેક હોક હેલિકોપ્ટર (કોલ સાઇન PAT25) રૂટીન ટ્રેનિંગ મિશન પર પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરી રહ્યું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે તરત જ ધુમાડા અને આગના ગોટેગોટા જોવા મળ્યા હતા.
ભયાનક વિડિયો સામે આવ્યો
વિડિયો ફૂટેજમાં બે વિમાનો વચ્ચે થયેલી હિંસક ટક્કર જોવા મળી છે. જેટમાં સવાર તમામ 64 મુસાફરો અને ક્રૂ સભ્યો તેમજ હેલિકોપ્ટરમાં સવાર ત્રણ સૈનિકોના મોત થયા હતા.
New footage released by 60 Minutes shows last year’s mid-air collision between an American Airlines passenger jet and a Black Hawk helicopter at Reagan National Airport near Washington, D.C.
— AZ Intel (@AZ_Intel_) March 30, 2026
The crash, which occurred on January 29, 2025, killed 67 people, including 64 on the… pic.twitter.com/sGHKn1qF6M
2001 પછી અમેરિકામાં આ સૌથી ઘાતક મધ્ય-હવાઈ અથડામણ હોવાનું માનવામાં આવે છે. આ અકસ્માત બાદ, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ સલામતી સુધારા પર ભાર મૂક્યો હતો. FAA એડમિનિસ્ટ્રેટર બ્રાયન બેડફોર્ડે તેને સલામતી સુધારાના મહત્વની ભયાનક યાદ અપાવનાર ગણાવ્યો હતો.
આ ઘટના બાદ FAAએ હેલિકોપ્ટર ટ્રાફિક પર પ્રતિબંધો લાદ્યા અને વાણિજ્યિક ફ્લાઇટ્સને હેલિકોપ્ટર માર્ગોથી દૂર ખસેડવામાં આવી.
આ અકસ્માતમાં પેસેન્જર વિમાન અને બ્લેક હોક હેલિકોપ્ટર બંને પોટોમેક નદીમાં તૂટી પડ્યા. હેલિકોપ્ટરમાં સવાર તમામ 64 મુસાફરો અને ક્રૂ સભ્યો તેમજ ત્રણ સૈનિકોના મોત થયા. આ ઘટનાને 2001 પછી યુનાઇટેડ સ્ટેટ્સમાં થયેલી સૌથી મોટી હવાઈ દુર્ઘટનાઓમાંની એક માનવામાં આવે છે. આ વિડિયો તપાસમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ઘટનાએ નાગરિક અને લશ્કરી વિમાનો વચ્ચેના સંકલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. અધિકારીઓ હાલમાં અકસ્માતનું કારણ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સલામતીના પગલાંની તપાસ કરી રહ્યા છે.
