Pakistan Fuel Price:પેટ્રોલનો ભાવ લીટર દીઠ રૂપિયા 1000 થઈ જશે, આર્થિક તંગીનો સામનો કરતાં પાકિસ્તાનના મંત્રીએ આપી ચેતવણી

Pakistan Fuel Price:પાકિસ્તાનના પેટ્રોલિયમ પ્રધાન અલી પરવેઝ મલિકે રવિવારે એક સખત ચેતવણી આપી છે કે જો દેશમાં ઈંધણની અછત સર્જાશે તો પેટ્રોલની કિંમત રૂપિયા 1,000 પ્રતિ લીટર સુધી થઈ શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 21 Sep 2026 11:43 AM (IST)Updated: Mon, 21 Sep 2026 11:43 AM (IST)
warning-on-fuel-in-pakistan-petrol-prices-to-reach-rs-1000-per-litre

Pakistan Fuel Price:પાકિસ્તાનના પેટ્રોલિયમ પ્રધાન અલી પરવેઝ મલિકે રવિવારે એક સખત ચેતવણી આપી છે કે જો દેશમાં ઈંધણની અછત સર્જાશે તો પેટ્રોલની કિંમત રૂપિયા 1,000 પ્રતિ લીટર સુધી થઈ શકે છે. મધ્ય પૂર્વમાં ફરી વખત તણાવની સ્થિતિને લીધે વિશ્વભરમાં ક્રુડની કિંમતોમાં વધારો થયો છે.પાકિસ્તાનની વેબસાઈટ જિયો ન્યૂઝની માહિતી પ્રમાણે લાહોરમાં પત્રકારો સાથે વાતચીત કરતાં મલિકે કહ્યું કે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત અગાઉથી 50 ટકા વધી ગઈ છે અને યુરોપ તથા અમેરિકામાં પણ કિંમતોમાં ભારે વધારો થયો છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાનને હૂતી વિદ્રોહિયોના હુમલા મંજૂર નથી. સરકાર ઈંધણની વધતી કિંમતની અસરને ઓછી કરવા માટે સમાજના નબળા વર્ગોને રાહત આપી રહ્યા છે. ઊર્જાની બાબતમાં મંત્રીએ કહ્યું કે ક્રુડ ઓઈલના કુવાઓ પર કામ શરૂ થઈ ગયું છે અને સરકારને આશા છે કે ઓક્ટોબર સુધી દેશમાં જ ક્રુડ ઓઈલ મળશે, જેથી મોંઘી આયાત પરની નિર્ભરતા ઓછી થવામાં મદદ મળી શકે છે.

આ ચેતવણી એવા સમયમાં આવી છે કે જ્યારે મધ્ય-પૂર્વમાં ફરી વખત તણાવની સ્થિતિ વધી ગઈ છે અને હોર્મુઝ બંધ થવાને લીધે વૈશ્વિક ઓઈલ માર્કેટમાં પણ વધઘટ વચ્ચે ઈંધણની કિંમતોમાં ઝડપભેર વધારો થયો છે.તાજેતરમાં કિંમતોમાં ફેરફાર બાદ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર રૂપિયા 389.14 છે અને હાઈ-સ્પીડ ડીઝલ પ્રતિ લીટર રૂપિયા 424.04 રહી છે. વધતી કિંમતોને જોતા વડાપ્રધાન શહબાજ શરીફે ગયા રવિવારે એક ખાસ રાહત યોજના શરૂ કરી છે.