Iran- US Israel War: શ્રીલંકા નજીક ઈરાનના જહાજ પર સબમરીનનો ભીષણ હુમલો, 80 લોકોના મોત, અમેરિકાએ જવાબદારી સ્વીકારી

જહાજ પર કૂલ 180 લોકો મુસાફરી કરતા હતા અને સંકટની માહિતી મળતા જ શ્રીલંકાના નૌકાદળના જહાજ અને વાયુસેનાના વિમાન બચાવ મિશન પર મોકલવામાં આવ્યા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 04 Mar 2026 10:45 PM (IST)Updated: Wed, 04 Mar 2026 10:45 PM (IST)
us-submarine-attack-on-iranian-ship-more-then-80-people-killed

Iran- US Israel War: શ્રીલંકાના દક્ષિણી તટ નજીક બુધવારે ઈરાનની નૌકાદળના જહાજ સબમરીન હુમલા બાદ ડૂબી ગયું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સની માહિતી પ્રમાણે હુમલામાં 80 લોકોના મોત થયા છે, ઘણાબધા લોકો ગુમ છે અને 32 લોકોની સ્થિતિ ગંભીર છે.

શ્રીલંકાના નૌકાકળના પ્રવક્તા બુદ્ધિકા સંપથે કોલંબોમાં પત્રકારોને માહિતી આપી હતી કે 180 લોકો મુસાફરી કરતાં હતા, બચાવ અભિયાન જારી કે શ્રીલંકાના વિદેશ મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે જહાજ પર કૂલ 180 લોકો મુસાફરી કરતા હતા અને સંકટની માહિતી મળતા જ શ્રીલંકાના નૌકાદળના જહાજ અને વાયુસેનાના વિમાન બચાવ મિશન પર મોકલવામાં આવ્યા.

શ્રીલંકાના સ્વાસ્થ મંત્રાલયના સિનિયર અધિકારી ડો.અનિલ જયસિંઘે આપેલી માહિતી પ્રમાણે 79 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

IRIS Dena એક મૌઝ-ક્લાસ ફ્રિગેટ હતું, જે વિશાખાપટ્ટનમમાં યોજાયેલ બહુરાષ્ટ્રીય નૌકાદળના અભ્યાસ MILAN 2026માં ભાગ લઈ ઈરાન પરત ફરી રહ્યું હતું. તે સમયે જહાજ પર હુમલો થયો હતો.

અમેરિકાએ સ્વીકારી હુમલાની જવાબદારી

US ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે કહ્યું કે એક અમેરિકી સબમરીને આંતરરાષ્ટ્રી જળ ક્ષેત્રમાં રહેલા ઈરાનના યુદ્ધ જહાજને નિશાન બનાવ્યું હતું. બીજા વિશ્વ યુદ્ધ બાદ દુશ્મન દેશ પર આ પ્રકારનો પ્રથમ હુમલો છે. આ અગાઉ શ્રીલંકાના નૌકાદળે હિંદ મહાસાગરમાં જહાજ ડુબ્યું હોવાની ખાતરી કરી હતી.