US Global Warning: અમેરિકાએ વિશ્વના દેશો અને નેતાઓને આપી ખુલ્લી ચેતવણી, અમારી વિરુદ્ધ કામ કરશો તો….

US Venezuela attack: વિશ્વના તમામ દેશોની સરકારો અને નેતાઓ માટે એક સંદેશ આપ્યો છે કે જે કોઈ પણ અમેરિકાના રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ કામ કરશે તેનું પણ આ જ પરિણ

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 04 Jan 2026 08:54 AM (IST)Updated: Sun 04 Jan 2026 09:04 AM (IST)
us-global-warning-marco-rubio-says-maduro-arrest-is-global-warning-for-nations-after-us-venezuela-attack-667705
HIGHLIGHTS
  • માર્કો રુબિયોએ અમેરિકન હિતોની વિરુદ્ધ કામ કરનારાઓને ચેતવણ
  • માદુરો પર ઈરાનને બોલાવવા અને અમેરિકી ક્રુડ ઓઈલ કબજે કરવાનો આરોપ

US Global Warning:વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં ગઈકાલે અમેરિકાએ 150 થી વધારે ફાઇટર જેટ ઉતર્યા હતા અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમના પત્નીને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. વેનેઝુએલા પર અમેરિકાના હુમલાના અહેવાલથી વિશ્વભરમાં ભારે ચિંતા જોવા મળતી હતી.

આ દરમિયાન આજે US સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ વિશ્વના તમામ દેશો અને રાજકીય નેતાઓને કડક ચેતવણી આપી છે.

માર્કો રુબિયો કહે છે કે વેનેઝુએલા સામે કરવામાં આવેલી કાર્યવાહી મારફતે વિશ્વના તમામ દેશોની સરકારો અને નેતાઓ માટે એક સંદેશ આપ્યો છે કે જે કોઈ પણ અમેરિકાના રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ કામ કરશે તેનું પણ આ જ પરિણામ આવશે.

માર્કો રુબિયોનું નિવેદન
ટ્રમ્પ દ્વારા વેનેઝુએલા પર હુમલાની જાહેરાત કર્યા પછી રુબિયોએ મીડિયાને કહ્યું કે માદુરો વેનેઝુએલા માટે યોગ્ય રાષ્ટ્રપતિ ન હતા અને અમે એકલા જ એવું નથી કહેતા. માર્કો રુબિયોએ કહ્યું કે ટ્રમ્પના પહેલા કાર્યકાળથી લઈને બિડેન અને પછી ટ્રમ્પના કાર્યકાળ સુધી અને યુરોપિયન યુનિયન સહિત ઘણા દેશોએ માદુરોને વેનેઝુએલા માટે યોગ્ય રાષ્ટ્રપતિ માન્યા ન હતા.

વર્ષ 2020માં રાષ્ટ્રપતિ માદુરો પર અમેરિકામાં ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા અને તેમના પર 50 મિલિયન ડોલરનું ઇનામ રાખવામાં આવ્યું. માદુરો પાસે અનેક તકો હતી પરંતુ તેમણે આ માર્ગ પસંદ કર્યો છે.

વેનેઝુએલા સામે કાર્યવાહી કેમ કરવામાં આવી?
માર્કો રુબિયોએ આગળ કહ્યું કે માદુરોએ વિચાર્યું કે તે અમેરિકા સાથે રમત રમવાનું ચાલુ રાખશે અને અમે કંઈ કરીશું નહીં. માદુરોએ ઈરાનને વેનેઝુએલામાં આમંત્રણ આપ્યું, અમેરિકાનું ક્રુડ ઓઈલ કબજે કર્યું, અમેરિકામાં ગેંગના લોકોને ભરી દીધા અને અમેરિકાના વેપારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ઉલ્લેખ કરતા યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટે કહ્યું કે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ કોઈ ખેલાડી નથી. જ્યારે તેઓ કહે છે કે તેઓ કંઈક કરશે તો તે ચોક્કસ કંઈક કરશે.