US Venezuela operation:વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને તેમના કિલ્લામાંથી બહાર કાઢવામાં આવેલા અદભુત લશ્કરી કાર્યવાહીથી ઉત્સાહિત અમરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમે છેલ્લા ચાર દિવસથી આ કાર્યવાહીની તૈયારી કરી રહ્યા હતા. ખરાબ હવામાનને કારણે તેમાં વિલંબ થયો હતો.
આ ઓપરેશનમાં 150થી વધારે ફાઇટર જેટ સામેલ
શનિવારે એક મીડિયા બ્રીફિંગમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકન ઉર્જા કંપનીઓ વેનેઝુએલાના તેલ ક્ષેત્રમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ અંગે ટ્રમ્પે કહ્યું કે અમેરિકન ઓઈલ કંપનીઓ વિશ્વની સૌથી મોટી અને શ્રેષ્ઠ છે અને વેનેઝુએલાના ઓઈલ સેક્ટરમાં ઊંડાણપૂર્વક સામેલ થશે.
તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકા આ ક્ષેત્રમાં સક્રિય રીતે સામેલ થશે. ટ્રમ્પે કહ્યું કે તેની તુલના અફઘાનિસ્તાન સાથે કરી શકાય નહીં કે જ્યાં અમેરિકા વિશ્વભરમાં હાસ્યાસ્પદ બની ગયું હતું. તેમણે કહ્યું કે અમેરિકા હવે મજાક નથી.
આ પણ વાંચો
અમેરિકા પાસે વિશ્વની સૌથી મોટી અને સૌથી શક્તિશાળી સૈન્ય
તેમણે જણાવ્યું કે અમેરિકા પાસે વિશ્વની સૌથી મોટી અને સૌથી શક્તિશાળી સૈન્ય છે. તેમણે એમ પણ કહ્યું કે સૈનિકોની બહાદુરી અને વ્યાવસાયિકતાને કારણે તેમને રોકવાનું મુશ્કેલ બન્યું છે. વેનેઝુએલામાં આગામી સરકાર અંગે ટ્રમ્પે કહ્યું કે નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને અમેરિકા કોઈ જોખમ લેવા માંગતું નથી. તેમણે સંકેત આપ્યો કે સત્તાના હસ્તાતરણમાં અમેરિકા મુખ્ય ભૂમિકા ભજવશે.
ટ્રમ્પે માહિતી આપી કે US સૈન્યએ માદુરોને કેવી રીતે પક્ડાયા
ટ્રમ્પે કહ્યું કે માદુરો અત્યંત સુરક્ષિત રાષ્ટ્રપતિ મહેલની અંદર હતા જે "કિલ્લા" જેવો દેખાતો હતો. તેમના મતે માદુરો એક સુરક્ષિત રૂમમાં પહોંચવાના હતા, પરંતુ અમેરિકી દળોએ ઝડપથી તેમના પર કાબુ મેળવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે જરૂર પડ્યે સ્ટીલની દિવાલોને તોડવા માટે ભારે બ્લોટોર્ચ પણ તૈયાર હતા.
જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ડેન કેને જણાવ્યું હતું કે મિશનમાં મહિનાઓની તૈયારી કરવામાં આવી હતી. અમેરિકાનું લશ્કર માદુરોની દિનચર્યા, સ્થાનો અને સુરક્ષા વ્યવસ્થાનો સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો અને દ્રશ્યનું રિહર્સલ પણ કર્યું હતું. અમે ખાતરી કરી કે ભૂલ માટે કોઈ જગ્યા ન રહે.
આ ઓપરેશન સંપૂર્ણ અંધારામાં હાથ ધરવામાં આવ્યું હતું
ટ્રમ્પના મતે ઓપરેશન સંપૂર્ણ અંધારામાં હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે કારાકાસ શહેરમાં લગભગ બધી જ લાઇટો બંધ કરી દેવામાં આવી હતી.
