સદ્દામ હુસૈન, લાદેન અને હવે માદુરો; અમેરિકાની સેનાએ ઓપરેશનમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ કરી, હવે કેવા પગલાં ભરશે?

આ ઓપરેશન કોઈ જ જાહેર યુદ્ધ અથવા મોટાપાયે હુમલામાં એક વર્તમાન રાષ્ટ્રપતિને તેમની રાજધાનીમાંથી હટાવવા જેવો છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 03 Jan 2026 09:38 PM (IST)Updated: Sat 03 Jan 2026 09:38 PM (IST)
us-brilliant-operation-captured-saddam-hussein-osama-bin-laden-and-nicolas-maduro-667537

US Venezuela operation: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે જાહેરાત કરી હતી કે અમેરિકન સૈન્યએ વેનેઝુએલામાં ભારે આક્રમણ શરૂ કર્યું છે અને દાવો કર્યો છે કે તેના લાંબા સમયથી નેતા નિકોલસ માદુરોને તેમની પત્ની સાથે પકડી લેવામાં આવ્યા છે અને દેશમાંથી બહાર લઈ જવામાં આવ્યા છે.

આ ઓપરેશન કોઈ જ જાહેર યુદ્ધ અથવા મોટાપાયે હુમલામાં એક વર્તમાન રાષ્ટ્રપતિને તેમની રાજધાનીમાંથી હટાવવા જેવો છે. જેને આધુનિક સમયમાં કદાંચ કોઈ ઉદાહરણ મળતુ હશે.

સિનિયર સિક્યુરિટી વિશ્લેષકોએ આ દાવાની તુલના સદ્દામ હુસૈન અને ઓસામા બિન લાદેશનને અમેરિકા દ્વારા પકડવા સાથે કરી છે. આ એક એવું ઓપરેશન હતું કે જેને સંપૂર્ણ ક્ષેત્રોને બદલી નાંખ્યું હતું.

વેનેઝુએલા માટે આગળ શું થશે?
જોકે વેનેઝુએલાના અધિકારીઓએ અમેરિકા પાસે માદુરો જીવિત હોવાના પુરાવા માંગ્યા છે પરંતુ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે: જો માદુરો ખરેખર ચાલ્યો ગયા હોય તો વેનેઝુએલા અને પ્રદેશનું આગળ શું થશે?

પનામા અને વેનેઝુએલાના ઓપરેશન્સ વચ્ચે સરખામણી
વિશ્લેષકો કહે છે કે તેનું સૌથી નજીકનું ઐતિહાસિક ઉદાહરણ વર્ષ 1989માં પનામાના નેતા મેન્યુઅલ નોરિએગાને પકડવા માટે US ઓપરેશન હતું. માદુરોની જેમ નોરીગાએ પણ વિવાદિત ચૂંટણીમાં વિજયનો દાવો કર્યો હતો.

અમેરિકાએ તેમના પર ડ્રગ્સની હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો અને તેમને હટાવવામાં આવ્યા તે પહેલાં તેમના પર અમેરિકાનું ભારે દબાણ હતું પરંતુ નોરીએગાને કબજે કરવા માટે એક ટૂંકી લડાઈ થઈ, જેમાં પનામાની સેના જલ્દીથી હારી ગઈ.

CNNના ચીફ ઈન્ટરનેશનલ સિક્યોરિટી કરેસ્પોન્ડેન્ટ નિક પેટન વોલ્શે આ ઘટનાને ખૂબ જ આઘાતજનક ગણાવી છે અને ઓસામા બિન લાદેન સામેના ઓપરેશન અને સદ્દામ હુસૈનની ધરપકડને યાદ કરી હતી.

તેમણે તેને ટ્રમ્પના રાષ્ટ્રપતિ કાર્યકાળનો સૌથી મહત્વપૂર્ણ વિદેશી લશ્કરી હસ્તક્ષેપ ગણાવ્યો હતો અને કહ્યું કે તે દર્શાવે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિશ્વભરમાં કેટલી હદે સ્વતંત્ર રીતે કાર્ય કરે છે.

માદુરો માટે આગળ શું થશે?
US એટર્ની જનરલ પામેલા બોન્ડીએ જણાવ્યું હતું કે માદુરો પર USમાં ઔપચારિક રીતે નાર્કો-ટેરરિઝમ સહિત અનેક ગંભીર ફોજદારી ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે આરોપોમાં નાર્કો-આતંકવાદનું કાવતરું, કોકેન આયાત કરવાનું કાવતરું, મશીન ગન અને ખતરનાક ઉપકરણો રાખવા અને અમેરિકા વિરુદ્ધ આવા શસ્ત્રો રાખવાના કાવતરું શામેલ છે. બંને ટ્રાયલનો સામનો કરવા અને જવાબદાર ઠેરવવા માટે અમેરિકા લાવવામાં આવશે.

સેનેટર માઇક લીએ જણાવ્યું હતું કે રાજ્ય સચિવ માર્કો રુબિયોએ તેમને કહ્યું હતું કે વેનેઝુએલામાં આગળ કોઈ કાર્યવાહીની અપેક્ષા નથી. જ્યારે દૂર-જમણેરી MAGA ટીકાકાર લૌરા લૂમરે દાવો કર્યો હતો કે વર્તમાન વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને વચગાળાના પ્રમુખ જાહેર કરવામાં આવશે.