PM Modi China Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન મુલાકાત દરમિયાન તેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચીનમાં પણ છવાઈ ગયા છે. શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીનના તિયાનજિન પહોંચેલા પીએમ મોદીએ રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ તસવીરો દુનિયાભરમાં વાઈરલ થઈ ગઈ હતી. આ મુલાકાત બાદ પીએમ મોદી ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર વેઇબો (Weibo) અને સર્ચ એન્જિન Baidu પર નંબર 1 પર ટ્રેન્ડ થયા હતા.
ચીની સોશિયલ મીડિયા પર છવાઈ ગયા પીએમ મોદી
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કારમાં બેઠા પછી પીએમ મોદી ચીની સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રેન્ડ બન્યા. ચીનના લોકો માત્ર પીએમ મોદી વિશે જ વાતો કરી રહ્યા છે. ચીની ટ્વિટર વેઇબો (Weibo) પર Modi takes Putin’s car હાલમાં નંબર વન ટ્રેન્ડ કરી રહ્યું છે.
Number one trend on Weibo right now:
— Aadil Brar (@aadilbrar) September 1, 2025
"Modi takes Putin's car" pic.twitter.com/h1bP8UT1wW
તે જ રીતે ચીની સર્ચ એન્જિન Baidu પર મોદી અને પુતિને ગળે મળ્યા અને હાથમાં હાથ નાખી વાતો કરી (Modi and Putin hugged and chatted hand-in-hand) ટોપ સર્ચ ટ્રેન્ડમાં છે.
The number one search trend on Chinese search engine Baidu right now:
— Aadil Brar (@aadilbrar) September 1, 2025
"Modi and Putin hugged and chatted hand-in-hand" pic.twitter.com/z0XvDY2u8Q

વડાપ્રધાન મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન એક જ કારમાં બેસીને બેઠક માટે રવાના થયા હતા. આ કાર પુતિનની પ્રેસિડેન્શિયલ Aurus કાર હતી, જેના પર ચીની ડિપ્લોમેટિક નંબર પ્લેટ લાગેલી હતી. ત્યારબાદ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની ખાસ કારમાં પણ પુતિન સાથે પીએમ મોદીએ સવારી કરી હતી.