Cancer Vaccine Enteromix: જીવલેણ બિમારી કેન્સર (Cancer)ને લઈ અત્યંત મહત્વની માહિતી સામે આવી છે. રશિયાના વૈજ્ઞાનિકો(Russian Scientist)એ કેન્સર વેક્સીન (Cancer Vaccine)ને લઈ મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સીન ઉપયોગ માટે બિલકુલ તૈયાર છે.
આ સાથે જ રશિયાએ કેન્સર સામેની લડાઈમાં એક નવી સફળતા હાંસલ કરી લીધી છે. ત્યાંની ફેડરલ મેડિકલ એન્ડ બાયોલોજિકલ એજન્સી (FMBA)એ જાહેરાત કરી છે કે રશિયા એન્ટરોમિક્સ કેન્સર વેક્સીન (Enteromix) હવે નૈદાનિક ઉપયોગ કરવા માટે તૈયાર છે.
રશિયા મીડિયા આઉટલેટ સ્પુતિને FMBAના વડા વેરોનિકા સ્કોર્તસોવાને ટાંકી કહેવામાં આવ્યું છે કે mRNA આધારિત વેક્સીન પ્રીક્લિનિકલ ટેસ્ટમાં સફળતા હાંસલ કરી લીધી છે.
રશિયન સમાચાર એજન્સી TASSના અહેવાલ મુજબ FMBAના વડા વેરોનિકા સ્કોર્ત્સોવાએ ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ (EEF) ખાતે આ જાહેરાત કરી હતી, રશિયાની કેન્સર રસીએ શાનદાર પ્રદર્શન કર્યું છે.
સ્કવોર્ટ્સોવાએ કહ્યું કે 'આ સંશોધન ઘણા વર્ષો સુધી ચાલ્યું છે, જેમાંથી છેલ્લા ત્રણ વર્ષ ફક્ત મેંડેટરી પ્રીક્લિનિકલ સ્ટડીઝ માટે સમર્પિત હતા. વેક્સીન હવે ઉપયોગ માટે તૈયાર છે. અમે સત્તાવાર મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ.
તેમણે કહ્યું કે પ્રીક્લિનિકલ ટ્રાયલ વેક્સીનની સલામતી, વારંવાર ઉપયોગ છતાં તેની અસરકારકતાની પુષ્ટિ કરે છે. આ સમય દરમિયાન સંશોધકોએ ટ્યુમરના આકારમાં ઘટાડો અને ટ્યુમરના વિકાસમાં ઘટાડો જોયો. આ ઉપરાંત અભ્યાસોએ વેક્સીનને કારણે દર્દીના જીવિત રહેવાના દરમાં વધારો પણ દર્શાવ્યો હતો.