રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના દાવાથી જેલેન્સકી ચોંક્યા, કહ્યું- 'મારા માટે નવા સમાચાર'; રશિયાએ ફરી છોડ્યા ડ્રોન

ટ્રમ્પના આ દાવાના થોડા જ કલાકો બાદ રશિયાએ કીવ અને ખારકીવમાં વીજળી પ્લાન્ટ પર ડ્રોન હુમલા કર્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 12 Oct 2026 08:41 AM (IST)Updated: Mon, 12 Oct 2026 08:41 AM (IST)
president-trump-energy-ceasefire-claim-zelensky-says-new-news-russia-drone-attacks-kyiv-kharkiv-ukraine-war

Russia-Ukraine Conflict: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે ઊર્જા ક્ષેત્રે યુદ્ધવિરામ (Energy Ceasefire) થઈ ગયો હોવાનો દાવો કર્યો હતો. જોકે, તેમના આ દાવા પર યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ ભારે આશ્ચર્ય વ્યક્ત કરતા 'નવા સમાચાર' ગણાવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ટ્રમ્પના આ દાવાના થોડા જ કલાકો બાદ રશિયાએ કીવ અને ખારકીવમાં વીજળી પ્લાન્ટ પર ભીષણ ડ્રોન હુમલા કર્યા હતા.

ટ્રમ્પનો દાવો અને ઝેલેન્સ્કીની પ્રતિક્રિયા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે દાવો કર્યો હતો કે, રશિયા અને યુક્રેન 'એનર્જી સીઝફાયર' પર સહમત થઈ ગયા છે અને આ યુદ્ધવિરામ તત્કાલ પ્રભાવથી લાગુ થઈ ગયો છે. પરંતુ ઝેલેન્સ્કીએ આ દાવા પર આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, આ બાબત તેમના માટે નવી છે.

ઝેલેન્સ્કીએ સ્પષ્ટતા કરી હતી કે જો રશિયા ખરેખર ઊર્જા ઠેકાણા પર હુમલા રોકવા માટે તૈયાર હોય, તો યુક્રેન પણ આ બાબતનું સ્વાગત કરશે. પરંતુ આ માટે અમેરિકાએયુક્રેનને વિગતવાર માહિતી આપવી પડશે. ઝેલેન્સ્કી ઉમેર્યું હતું કે જો ટ્રમ્પે આ અંગે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હોય, તો તેઓ જણાવે કે આ યુદ્ધવિરામ ક્યારે શરૂ થશે. યુક્રેન આ માટે તૈયાર છે અને તેનો સ્વીકાર કરશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક અલગ પોસ્ટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીએ માહિતી આપી હતી કે તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા એનર્જી સીઝફાયર અંગે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની, નાટોના મહાસચિવ માર્ક રુટ્ટે અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્સ સ્ટબ સાથે વાતચીત કરી છે.

જેલેન્સકીએ લખ્યું કે, "યુક્રેન આ સીઝફાયરનું સમર્થન કરે છે અને અત્યંત જરૂરી છે કે રશિયા પણ તેનું પાલન કરે. હાલમાં, અમે આ સબંધમાં અમેરિકી પક્ષ તરફથી વિગતવાર વિગતોની રાહ જોઈ રહ્યા છીએ. યુક્રેન તણાવ ઘટાડવા, નાગરિકોની સુરક્ષા કરવા અને યુદ્ધનો અંત લાવી સ્થાયી શાંતિ સ્થાપિત કરવા માટે ઉઠાવવામાં આવતા દરેક જરૂરી પગલાંનું સમર્થન કરે છે."

દાવા વચ્ચે રશિયાના ભીષણ ડ્રોન હુમલા

રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા એનર્જી સીઝફાયરના દાવાના બિલકુલ થોડા જ કલાકો બાદ ઝેલેન્સ્કીએ ખુલાસો કર્યો હતો કે રશિયાએ કીવ અને ખારકીવ ક્ષેત્રમાં અનેક વીજ મથકો પર શાહેદ ડ્રોન વડે ભયાનક હુમલા કર્યા છે. હુમલા અંગે સખત વલણ અપનાવતા ઝેલેન્સ્કીએ સીધા અમેરિકી રાષ્ટ્રપતિ પર નિશાન સાધતા કહ્યું કે, આ હુમલા ઠીક એ જ સમયે થયા, જ્યારે ટ્રમ્પે સાર્વજનિક રૂપે સીઝફાયર લાગુ થઈ ગયું હોવાની જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પનું આ નિવેદન ઝેલેન્સ્કી દ્વારા ABC News ને આપેલા ઈન્ટરવ્યૂ બાદ સામે આવ્યું હતું, જેમાં તેમણે અમેરિકી રાષ્ટ્રપતિને પુતિન સાથે વાત કરવાની અપીલ કરી હતી. તે ઇન્ટરવ્યુમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, "કૃપા કરીને પુતિનને કહો કે અમને 60 દિવસનો પૂર્ણ યુદ્ધવિરામ આપે જેથી અમે દેશમાં ચૂંટણી આયોજિત કરાવી શકીએ.