Sunita Williams News: સુનિતા વિલિયમ્સ ભારત આવશે ! પીએમ મોદીએ આપ્યું આમંત્રણ, પત્ર લખીને કહ્યું - અમે ભારતની દીકરીને જોવા માટે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સને પત્રમાં લખ્યું કે ભલે તમે અમારાથી હજારો મીલ દુર છો, પરંતુ અમારા હૃદયની નજીક છો. તમારી વાપસી સાથે અમે તમને ભારતમાં મળવા માટે ઉત્સાહિત છીએ.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 19 Mar 2025 11:15 AM (IST)Updated: Wed, 19 Mar 2025 11:23 AM (IST)
pm-narendra-modi-letter-to-nasa-astronauts-sunita-williams-inviting-to-visit-india

PM Modi Letter to Sunita Williams: સુનિતા વિલિયમ્સના 9 મહિનાના સમય બાદ ધરતી પર પગ મુક્યો છે. તેમના સફળ ઉતરાણનો જશ્ન મનાવાઈ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું છે.

પીએમ મોદીએ સુનિતા વિલિયમ્સને પત્ર લખ્યો

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલો તેમના સોશિયલ મીડિયા એક્સ પર શેર કર્યો છે. આ પત્ર 1 માર્ચના રોજ નાસાના પૂર્વ અવકાશયાત્રી માઈક મેસિમિનોને મોકલવામાં આવ્યો હતો. જેમાં પીએમ મોદીએ સુનિતા વિલિયમ્સને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે.

naidunia_image

સુનિતા વિલિયમ્સને ભારત આવવાનું આમંત્રણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રમાં લખ્યું કે ભલે તમે અમારાથી હજારો મીલ દુર છો, પરંતુ અમારા હૃદયની નજીક છો. ભારતના લોકો તમારા સારા સ્વાસ્થ્ય અને તમારા મિશનમાં સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે તમારી વાપસી સાથે અમે તમને ભારતમાં મળવા માટે ઉત્સાહિત છીએ. ભારત માટે તેની સૌથી શાનદાર દીકરીઓમાંની એક દીકરીની યજમાની કરવી અમારા માટે આનંદની વાત હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 1.4 અબજ ભારતીયોને તમારા પર ગર્વ છે. પત્રમાં પીએમ મોદીએ 2016 માં સુનિતા વિલિયમ્સ અને તેમના પિતા દીપક પંડ્યા સાથે કરેલી મુલાકાતને યાદ કરી હતી.