Sunita Williams News: નવ મહિના અવકાશમાં ગાળ્યા બાદ સુનિતા વિલિયમ્સે ધરતી પર પગ મુકી દીધો છે. લોકો તેમની પરત વાપસીની ખુશી માણી રહ્યા છે. ભારતમાં પણ તેમની સુરક્ષિત વાપસી પર ઉજવણી થઈ રહી છે. સુનિતાના પિતાના ગામ મહેસાણાના ઝુલાસણમાં પણ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. ત્ચારે અમદાવાદ સ્થિત ઈસરોએ પણ તેમને શુભકામનાઓ આપી છે.
ઇસરોએ સુનિતા વિલિયમ્સને આપ્યા અભિનંદન
આ પણ વાંચો
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના અધ્યક્ષે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે મારા સાથીદારો વતી હું સુનિતા વિલિયમ્સને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને તેમની સિદ્ધિઓનું સન્માન કરું છું. તેમનું કાર્ય એક પ્રેરણા છે જે ભવિષ્યમાં અવકાશ ક્ષેત્રે ભારતની નીતિઓને વધુ મજબૂત બનાવશે.
? Welcome back, Sunita Williams! ?
— ISRO (@isro) March 19, 2025
Your safe return after an extended mission aboard the ISS is a remarkable achievement. A testament to NASA, SpaceX, and the USA’s commitment to space exploration! Your resilience and dedication continue to inspire space enthusiasts around the…
ઇસરોએ આગળ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બનવા તરફ કામ કરી રહ્યું છે. આ દિશામાં અમે અવકાશ સંશોધનમાં તમારી કુશળતાનો ઉપયોગ કરવા માંગીએ છીએ.
