4576 વાર પૃથ્વીના ચક્કર મારીને ધરતી પર પહોંચી Sunita Williams, જાણો પિતાનું અમદાવાદ ક્નેક્શન

સુનિતા વિલિયમ્સ પરત આવતાં આખી દુનિયા સહિત ખાસ ભારતમાં તેમના ગામમાં પણ ફટાકડા ફોડીને તેની ઉજવણી કરાઈ હતી. ચાલો જાણીએ તેમનું ભારતીય ક્નેક્શન કેવી રીતે છે....

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 19 Mar 2025 04:10 PM (IST)Updated: Wed, 19 Mar 2025 04:10 PM (IST)
sunita-williams-nasa-astronaut-returning-to-earth-know-her-father-ahmedabad-connection

Sunita Williams News: નાસાની અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સે 9 મહિના બાદ સ્પેસએક્સના ડ્રેગન કેપ્સુલથી ફ્લોરિડાના સમુદ્ધમાં સફળ લેન્ડિંગ કરી હતી. જો કે ડ્રેગન કેપ્સ્યુલ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે કેટલાક સમય માટે દરેકના શ્વાસ થંભી ગયા હતા. વાયુમંડળમાં પ્રવેશતા સ્પેસક્રાફટનું તાપમાન 2000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આ દરમિયાન સ્પેસક્રાફ્ટનું સિગ્નલ છુટી જતાં વાતચીત તૂટી ગઈ હતી. જોકે 3-4 મિનિટ પછી બધું ફરી બરાબર થઈ ગયું અને કનેક્શન ફરી જોડાઈ ગયું હતું. જ્યારે કેપ્સ્યુલ સમુદ્રની ઉપર હતું, ત્યારે પેરાશૂટ બે-બે કરીને ખુલ્યા. આ પછી ત્યાં પહેલાથી જ તૈનાત નાસાની ટીમ દોરડાની મદદથી કેપ્સ્યુલને સેફ્ટી બોટમાં લાવી અને તેમને બહાર કાઢ્યા હતા.

સુનિતા વિલિયમ્સે 4,576 વખત પૃથ્વીની પરિક્રમા કરી

પાછા ફરતા પહેલા સુનિતા વિલિયમ્સે અવકાશમાં પૃથ્વીની આસપાસ 4,576 વખત પરિક્રમા કરી અને સ્પ્લેશડાઉન થાય ત્યાં સુધી 12 કરોડ 10 લાખ માઇલની મુસાફરી કરી હતી અને આખરે પૃથ્વી પર પહોંચી હતી. લગભગ અવકાશથી પૃથ્વી પર પહોંચતા લગભગ 17 કલાકનો સમય લાગ્યો હતો. આજે આખી દુનિયા તેમની વાપસીની ઉજવણી કરી રહી છે. એમાં પણ ખાસ ભારતમાં પણ તેમના ગામમાં પણ ફટાકડા ફોડીને તેની ઉજવણી કરાઈ હતી. ચાલો જાણીએ તેમનું ભારતીય ક્નેક્શન કેવી રીતે છે....

સુનિતા વિલિયમ્સના પિતાનું અમદાવાદ ક્નેક્શન

સુનિતા વિલિયમ્સના પિતાનું નામ દીપક પંડ્યા છે. તેમનો જન્મ 1932 માં મહેસાણાના ઝુલાસણા ગામમાં થયો હતો. 1953 માં તેમણે ગુજરાત યુનિવસિર્ટીથી એમબીબીએસ અને એમડીની ડિગ્રી લીધી. ત્યારબાદ 1957 માં આગળના અભ્યાસ માટે તેઓ અમેરિકા ચાલ્યા ગયા. જ્યાં ઓહિયોના ક્લીવલેન્ડમાં તેમણે મેડિસીનની ટ્રેનિંગ લીધી. અહીં એનાટોમીમાં પોસ્ટડોક્ટરલ ફેલોના રુપે તેમણે શરુઆત કરી, ત્યારબાદ તેઓ ન્યુરોએનાટોમિસ્ટ અને ન્યુરોસાઈન્સમાં અનેક સિદ્ધિઓ મેળવી. તેઓ બોસ્ટન યુનિવસિર્ટીથી પ્રોફેસર બન્યા અને 600 થી વધારે રિસર્ચ પેપર પ્રકાશિત કર્યા. ન્યુરો સાયન્સની દુનિયામાં તેમનું એક અલગ સ્થાન હતું. 4 ઓક્ટોબર 2020 થી દિપક પાંડ્યાનું નિધન થઈ ગયું.

સુનિતા વિલિયમ્સના પતિ શું કરે છે

સુનિતા વિલિયમ્સના પતિ માઈકલ જે વિલિયમ્સ છે જે ટેક્સાસમાં ફેડરલ માર્શલ છે. સુનિતા વિલિયમ્સના ભાઈ અને બહેન પણ અમેરિકામાં રહે છે. તેમને કોઈ સંતાનો નથી. બંનેની પહેલી મુલાકાત નેવીના એક કાર્યક્રમમાં થઈ હતી.

સુનિતા વિલિયમ્સનું શિક્ષણ

સુનિતા વિલિયમ્સે 1983 માં યુએસ નેવલ એકેડમીથી ભૌતિક વિજ્ઞાનમાં બીએસસી કર્યું હતું. ત્યારબાદ તેમણે 1995 માં ફ્લોરિડા ઈન્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીથીએન્જીનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર ઓફ સાયન્સમાં ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે નેવી પાઈલટ અને અંતરિક્ષ યાત્રી તરીકેની તાલીમ લીધી.