PM Narendra Modi US Visit Day 2 Live Updates: ઈન્ટરનેશનલ યોગ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે- લગભગ 9 વર્ષ પહેલા અહીં સંયુક્ત રાષ્ટ્રએ મને 21 જૂને ઈન્ટરનેશનલ યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ કરવાનો સન્માન આપ્યું. તેમણે કહ્યું- ન્યૂયોર્કમાં હું તમને તમામને જોઈને પ્રસન્ન છું અને અહીં આવવા માટે તમારા સૌનો ધન્યવાદ. વડાપ્રધાને કહ્યું કે- આજે અહીં લગભગ દરેક રાષ્ટ્રના પ્રતિનિધિ છે. યોગનો અર્થ છે જોડવું, તેથી જ તમે બધાં એક સાથે આવ્યા છો. આ યોગના બીજા રુપની અભિવ્યક્તિ છે.
ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં યોગ દિવસ કાર્યક્રમ દરમિયાન ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ બન્યો. એક યોગ સત્રમાં અલગ-અલગ દેશોના લોકો સામેલ થવાથી આ રેકોર્ડ બન્યો છે.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में योग दिवस कार्यक्रम में योग सत्र में अधिकांश राष्ट्रीयताओं के लिए गिनीज वर्ल्ड रिकॉर्ड बनाया गया।#InternationalDayofYoga2023 pic.twitter.com/LlHJmKAENU
— ANI_HindiNews (@AHindinews) June 21, 2023
જુઓ યોગ દિવસની ઝાંખી
#InternationalDayofYoga2023 | Prime Minister Narendra Modi leads the Yoga Day event at the United Nations Headquarters in New York. pic.twitter.com/gXdnypjfYK
— ANI (@ANI) June 21, 2023
#WATCH | Prime Minister Narendra Modi leads the Yoga Day event at the United Nations Headquarters in New York, on the occasion of #9thInternationalYogaDay pic.twitter.com/3G8I9YGvNA
— ANI (@ANI) June 21, 2023
#WATCH न्यूयॉर्क (यूएसए): अंतरराष्ट्रीय योग दिवस पर प्रधानमंत्री नरेंद्र मोदी संयुक्त राष्ट्र मुख्यालय में योग कर रहे हैं। #InternationalDayofYoga2023 pic.twitter.com/xTW40YawnD
— ANI_HindiNews (@AHindinews) June 21, 2023
યોગ માટે વિશ્વના લોકો એક સાથે આવ્યાઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાને કહ્યું કે- ગત વર્ષે આખી દુનિયા 2023નાં રોજ ઈન્ટરનેશનલ મિલેટ વર્ષ તરીકે ઉજવવા માટે ભારતના પ્રસ્તાવનું સમર્થન કરવા સાથે આવ્યા હતા. એક વખત ફરીથી આખી દુનિયાને યોગ માટે ફરીથી સાથે આવ્યા તે વાત અદ્ભુત છે.
UN હેડક્વાર્ટરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન
વડાપ્રધાન મોદીએ કહ્યું કે- યોગ ભારતથી આવ્યું છે અને આ ઘણી જ જૂની પરંપરા છે. યોગ કોપીરાઈટ, પેટેન્ટ અને રોયલ્ટીથી ફ્રી છે. યોગ તમારી આયુ, લિંગ અને ફિટનેસ સ્તરને અનુકુળ છે. યોગ પોર્ટેબલ છે.
યોગનો અર્થ લોકોને જોડવાનો છેઃ વડાપ્રધાન
વડાપ્રધાન મોદીએ કહ્યું કે- હું તમને લોકોને જોઈને પ્રસન્ન છું અને આવવા માટે તમારા બધાંનો ધન્યવાદ કરું છું. મને જણાવવામાં આવ્યું કે આજે અહીં લગભગ દરેક રાષ્ટ્રીયતાનું પ્રતિનિધિત્વ છે. યોગનો અર્થ છે જોડવું , તેથી યોગ માટે જ તમે બધાં સાથે આવ્યા છો.
વડાપ્રધાન મોદીએ કાર્યક્રમને સંબોધિત કર્યું. જ્યાં તેમણે હાલ તમામ અતિથિ અને ગણમાન્ય લોકોનો આભાર માન્યો અને હિન્દીમાં નમસ્કારની સાથે તમામને ગ્રીટ કર્યા. વડાપ્રધાને કહ્યું કે યોગ તમામને જોડે છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂતનું સંબોધન
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત રુચિરા કંબોજે કહ્યું કે- આજનું ઉત્સવ હકિકતમાં ઘણો જ ખાસ છે કેમકે વડાપ્રધાન મોદી અહીં યોગ કરવામાં આપણું નેતૃત્વ કરશે. તેમના જ નેતૃત્વમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરાયો છે.
#WATCH | PM Narendra Modi at the UN Headquarters lawns in New York, to lead the Yoga event on the occasion of #9thInternationalYogaDay pic.twitter.com/1kwsr6OnJq
— ANI (@ANI) June 21, 2023
UN હેડક્વાર્ટર પહોંચ્યા PM
વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં UN હેડક્વાર્ટર પહોંચ્યા છે. વડાપ્રધાન અહીં યોગ દિવસના કાર્યક્રમમાં સામેલ થશે. તેમણે અહીં પહોંચીને સૌથી પહેલા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી.
#WATCH | PM Narendra Modi pays tribute to Mahatma Gandhi at UN Headquarters lawns in New York, ahead of the Yoga event here that will be led by him#9thInternationalYogaDay pic.twitter.com/8PyFUsFJZt
— ANI (@ANI) June 21, 2023
આજે ઈન્ટરનેશનલ યોગા ડે છે. એવામાં દેશભરમાં અલગ અલગ જગ્યાએ યોગા ડેની ઉજવણી કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસની અમેરિકા યાત્રા પર છે. અમેરિકાના 75 સાંસદોએ વડાપ્રધાન મોદીની આ યાત્રાને લઈને રાષ્ટ્રપતિ જો બાઇડેનને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીની યાત્રાનું સ્વાગત કર્યું પરંતુ તેમની સાથેની મુલાકાત દરમિયાન કેટલાક જરુરી મુદ્દે વાતચીત પણ કરવી જોઈએ. આ સાંસદોએ માગ કરી છે કે ભારતના વડાપ્રધાનની સાથે ધાર્મિક અસહિષ્ણુતામાં વધારો, પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓને ટાર્ગેટ કરવા જેવા અનેક મુદ્દે વાત કરવી જોઈએ.
વડાપ્રધાન મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યલાયમાં 9માં ઈન્ટરનેશનલ યોગ દિવસના પ્રસંગે એક ઐતિહાસિક સમારંભમાં એક યોગ સત્રનું નેતૃત્વ કરશે, જેમાં સંયુક્ત રાષ્ટ્રના ટોચના અધિકારી, દુનિયાભરના દૂત અને જાણતી હસ્તિઓ ભાગ લેશે. વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર એક વીડિયો સંદેશ શેર કરી જણાવ્યું કે- તેઓ લગભગ સાંજે સાડા પાંચ વાગ્યે યોગ કાર્યક્રમમાં ભાગ લશે જે સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં આયોજિત કરાયો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે- ભારતના આહ્વાન પર 180થી વધુ દેશોને એક સાથે આવે તે ઐતિહાસક બાબત છે. 2014માં જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસનો પ્રસ્તાવ આવ્યો તો રેકોર્ડ સંખ્યામાં દેશોએ તેનું સમર્થન કર્યું હતું.
UNમાં યોગ પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું
વડાપ્રધાન મોદીએ UNમાં યોગ દિવસ પર થનારા કાર્યક્રમને લઈને ટ્વીટ કર્યું. વડાપ્રધાને કેટલાંક ફોટો શેર કરતા લખ્યું કે- UNના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે તમામ તૈયાર છે.
All set for the International Day of Yoga at the @UN headquarters. pic.twitter.com/JeYclgTRCU
— PMO India (@PMOIndia) June 21, 2023
મોદી સાથે કોણ કોણ કરશે યોગ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે યોગ કરનારાઓમાં 77મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ સિસાબ કોરોસી, અભિનેતા રિચર્ડ ગેરે, ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સ, ભારતીય શેફ અને રેસ્ટોરેટર વિકાસ ખન્ના અને ગ્રેમી પુરસ્કાર વિજેતા રિકે કેજનું નામ સામેલ છે.
UN મુખ્યાલયની બહાર એકઠાં થયા ભારતવંશી
#WATCH | Chants of 'Bharat mata ki jai' at UN Headquarters lawns in New York, ahead of PM Modi-led Yoga event#InternationalDayofYoga2023 pic.twitter.com/cxLxRYlnpw
— ANI (@ANI) June 21, 2023
વડાપ્રધાન મોદીની સાથે યોગ કરનાર ભારતીય મુળના લોકોનો ઉત્સાહ
#WATCH न्यूयॉर्क (यूएसए): प्रधानमंत्री नरेंद्र मोदी अंतरराष्ट्रीय योग दिवस पर संयुक्त राष्ट्र मुख्यालय से योग सत्र का नेतृत्व करेंगे। जिसके मद्देनजर न्यूयॉर्क में भारतीय समुदाय के सदस्यों ने 'मोदी-मोदी, नरेंद्र मोदी जिंदाबाद, बीजेपी जिंदाबाद और भारत माता की जय' के नारे लगाएं। pic.twitter.com/jWc2VujDcO
— ANI_HindiNews (@AHindinews) June 21, 2023
UN મુખ્યાલયની બહાર લોકોની ભીડ
"It is a matter of pride for us that we are getting the opportunity to do yoga with 'Mayayogi' (PM Modi). He has taken yoga to global level," says Anju Sharma, a member of the Indian diaspora, in #NewYork, USA pic.twitter.com/PWk5RC4sW1
— ANI (@ANI) June 21, 2023
