India-ASEAN Summit 2026: વડાપ્રધાન મોદી હાલમાં ફિલિપાઈન્સના પ્રવાસે છે. જ્યાં તેઓ આસિયાન-ભારત શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. મંગળવારે PM મોદી અહીં સૌથી જૂના ગુરુદ્વારા ખાલસા દિવાનની મુલાકાતે પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ ગુરુદ્વારાની સ્થાપના 1901માં કરવામાં આવી હતી. આ અવસરે વડાપ્રધાને કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાએ ઘણા પડકારોનો સામનો કર્યો છે. હવે દુનિયાને શાંતિ, સ્થિરતા અને ઉજ્જવળ ભવિષ્યની આશા છે.
ભારત-આસિયાન સંબંધો અંગે બોલ્યા PM મોદી
આ દરમિયાન PM મોદીએ એમ પણ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અમારી એક્ટ ઈસ્ટ પોલિસીએ ભારત-આસિયાન સંબંધોને નવી ગતિ અને ઉંડાઈ આપી છે. હવે અમારી આ ભાગીદારીનો હેતુ બન્નેની સંસ્કૃતિથી લઈને અવકાશ સુધીના ક્ષેત્રમાં આગળ વધારવાની છે. આજે ભારત અને આસિયાન દેશો વચ્ચે સતત પર્યટન વધી રહ્યો છે અને ડાયરેક્ટ ફ્લાઈટની સુવિધા પણ મળી રહી છે.
PM મોદી આજે ક્વાડ દેશોના નેતાઓને મળશે
તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી આજે 4 વાગ્યે ક્વાડ દેશોના નેતાઓને મળશે. આ મિટિંગ ફિલિપાઈન્સની રાજધાની મનીલા ખાતે યોજાશે. આ બેઠકમાં જાપાનના પ્રધાનમંત્રી સાને તાકાઈચી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીજ હાજર રહેશે.
વડાપ્રધાન મોદીએ કઈ વાત પર વધુ જોર આપ્યું?
PM મોદીએ આસિયાન શિખર સંમેલનમાં કહ્યું કે, આસિયાન દેશોનો વિકાસ એક બીજા સાથે જોડાયેલો છે. ભારતના વિકાસથી આસિયા દેશોને પણ ફાયદો થશે તો બીજી તરફ આસિયાન દેશોની સમૃદ્ધિ ભારતના વિકાસને વેગ આપશે. 2014 થી ભારતે લોકો વચ્ચે સંપર્ક વધારવા માટે 100 થી વધુ પ્રયાસ કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, અંદાજે 250 ઈમ્પેક્ટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે અને કૌશલ્ય વિકાસ માટે 10 હજારથી વધુ શિષ્યવૃતિ પણ આપવામાં આવી છે. આસિયાન કમ્યુનિટી વિઝન 2045 અને વિકસિત ભારત 2047 અમારા સહિયારા ગોલને પૂરા કરવા માટે એક મહત્વની ભુમિકા ભજવી શકે છે.
આપણી પાસે શક્તિ અને સામર્થ્ય બન્ને છે: PM મોદી
પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યું કે, મને વિશ્વાસ છે કે, આજની આ બેઠક આપણી રણનીતિક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જશે. છેલ્લા 12 વર્ષોમાં આપણે આપણી ભાગીદારીને નવી ઉંચાઈ આપી છે. હવે આપણે સાથે મળીને પોત પોતાના ક્ષેત્રોના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે નવો માર્ગ પસંદ કરવો પડશે.
પીએમએ વધુમાં કહ્યું કે, ભારત અને આસિયાન સાથે મળીને વિશ્વની અંદાજે વસ્તીના એક ચતુર્થાંશ ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી એ વાત જરૂરી છે કે આપણે એકબીજાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે પ્રતિયોગીતાથી નહીં, પરંતુ ઓપરેશનથી આગળ વધીએ. કારણ કે, આપણી પાસે શક્તિ અને સામર્થ્ય બન્ને છે.
