Pakistan News: પાકિસ્તાન પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફે દિવાળી ઉજવી, લઘુમતીઓના અધિકારો પર ભાર મુક્યો

પાકિસ્તાનના પંજાબના મુખ્યપ્રધાન મરિયમ નવાઝ શરીફે દિવાળીની ઉજવણીમાં હાજરી આપી હતી. મરિયમે કહ્યું કે જો કોઈ લઘુમતીઓ પર અત્યાચાર કરશે, તો હું પીડિતાની સાથે ઉભી રહીશ.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 01 Nov 2024 01:37 PM (IST)Updated: Fri, 01 Nov 2024 01:37 PM (IST)
pakistans-punjab-cm-maryam-nawaz-joins-diwali-celebrations

Pakistan News: પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફે બુધવારે 90-શાહરાહ-એ-કાયદ-એ-આઝમ ખાતે આયોજિત દિવાળીની ઉજવણીમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે રાજ્યમાં લઘુમતીઓને સમર્થન આપતાં વિવિધ પહેલની જાહેરાત કરી હતી.

લઘુમતીઓના અધિકારોના રક્ષણની વાત

દિવાળી સમારોહ દરમિયાન મુખ્યમંત્રી મરિયમ નવાઝે લઘુમતી સમુદાયો માટે વિશેષ કાર્ડ જારી કરવાની અને લઘુમતી વર્ચ્યુઅલ પોલીસ સ્ટેશનની સ્થાપનાની જાહેરાત કરી. તેમણે લઘુમતી વિસ્તારોમાં વિકાસને ભાર આપવા માટે રાજ્ય સરકારની યોજનાઓ વિશે સમજાવ્યું હતું.

મરિયમે પરંપરાગત રીતે દિવાળીના દીવા પ્રગટાવ્યા અને વર્ચ્યુઅલી આતશબાજીમાં પણ ભાગ લીધો. પંજાબના મુખ્યમંત્રીએ સમારોહમાં હિન્દુ મહિલાઓ સાથે વાતચીત કરી અને 1400 હિન્દુ પરિવારોને 15,000 રૂપિયાના ચેકનું વિતરણ કર્યું હતું.

સભાને સંબોધન કરતાં લઘુમતી સમુદાયોને સમર્થનની ખાતરી આપતાં મરિયમે કહ્યું કે જો કોઈ લઘુમતીઓ પર અત્યાચાર કરશે, તો હું પીડિતાની સાથે ઉભી રહીશ. આપણે બધા પાકિસ્તાની છીએ અને દિવાળી એ શાંતિ, સૌહાર્દ અને પ્રેમનું પ્રતીક છે.

પાકિસ્તાનની પ્રથમ મુખ્યમંત્રી

મરિયમ નવાઝ શરીફ આ વર્ષની શરૂઆતમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. તેમણે ફેબ્રુઆરી 2024 માં પદ સંભાળ્યું અને પાકિસ્તાનના કોઈપણ પ્રાંતની મુખ્યમંત્રી બનનાર પ્રથમ મહિલા બનીને ઈતિહાસ રચ્યો.