Shehbaz Sharif Vladimir Putin: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ હાલમાં ચીનના પ્રવાસે છે, જ્યાં તેમને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. આ ઘટના શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની એક બેઠક દરમિયાન બની હતી. પાકિસ્તાની પીએમ ફરી એકવાર મજાકનું પાત્ર બન્યા હતા.
શાહબાઝ શરીફની ફરી ઉડી મજાક
વ્લાદિમીર પુતિન અને શાહબાઝ શરીફની બેઠક દરમિયાન શાહબાઝ શરીફ વારંવાર તેમના કાનમાં ઈયરફોન લગાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા, પરંતુ ઈયરફોન વારંવાર કાનમાંથી સરી પડતા હતા. ત્યારે સામે બેઠેલા રશિયન રાષ્ટ્રપતિ પુતિન તેમને ઈશારામાં ઈયરફોન કેવી રીતે લગાવવો તે સમજાવતા રહ્યા અને થોડીક સેકન્ડ માટે હસતા પણ જોવા મળ્યા. વૈશ્વિક મંચ પર શરમજનક સ્થિતિ ટાળવા માટે પુતિને તેમને ઈયરફોન ઉઠાવીને કેવી રીતે લગાવવા તે પણ બતાવ્યું.
અહીં જુઓ આખો વીડિયો
અગાઉ પણ બની હતી ઘટના
મહત્વની વાત એ છે કે રાષ્ટ્રપતિ પુતિન સમક્ષ પાક પીએમની આ બીજી વખતની શરમજનક ઘટના છે. ત્રણ વર્ષ પહેલા જ્યારે બંને નેતાઓ ઉઝબેકિસ્તાનમાં મળ્યા હતા, ત્યારે પણ શાહબાઝ શરીફને આવી જ શરમજનક ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. 2022ના ઉઝબેકિસ્તાન શિખર સંમેલન દરમિયાન પણ તેમની વાતચીત શરૂ થવાની હતી ત્યારે તેમના ઈયરફોન વારંવાર સરી રહ્યા હતા.