Donald Trump News:નોકરી છૂટી જાય તે સાથે જ બિનનિવાસી નાગરિકોએ અમેરિકા છોડવું પડશે, રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નવું ફરમાન

Donald Trump News:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહિવટીતંત્રએ પ્રવાસીઓ માટે એક નવું ફરમાન જાહેર કર્યું છે. તે અંતર્ગત હવે કોઈ પણ H-1B વિઝા ધારક કર્મચારી અથવા હંગામી વિઝાધારકની નોકરી જાય છે તો તેણે અમેરિકા છોડવું પડશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 10 Sep 2026 11:20 PM (IST)Updated: Thu, 10 Sep 2026 11:20 PM (IST)
nonresident-citizens-will-have-to-leave-america-as-soon-as-their-jobs-are-lost-president-trumps-new-order
Donald-Trump-2028-Election-1786674067475.webp

Donald Trump News:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહિવટીતંત્રએ પ્રવાસીઓ માટે એક નવું ફરમાન જાહેર કર્યું છે. તે અંતર્ગત હવે કોઈ પણ H-1B વિઝા ધારક કર્મચારી અથવા હંગામી વિઝાધારકની નોકરી જાય છે તો તેણે અમેરિકા છોડવું પડશે. અત્યાર સુધી નોકરી જવાની સ્થિતિમાં કોઈ પણ વીઝા ધારકને 60 દિવસનો ગ્રેસ પીરિયડ આપવામાં આવતો હતો. તે સમય દરમિયાન તે નવી નોકરી મેળવી શકતા અથવા નવા સ્પોન્સર્સને શોધી શકતા હતા. પણ હવે ટ્રમ્પે તેનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. 

ગુરુવારે, US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા જારી કરાયેલા એક આદેશમાં જણાવાયું હતું કે H-1B અને અન્ય કેટલાક વિઝા ધારકોએ હવે નોકરી ગુમાવ્યા પછી તરત જ દેશ છોડી દેવો પડશે. ટ્રમ્પ વહીવટીતંત્રના આ નિર્ણયની ભારતીય નાગરિકો અને અમેરિકન ટેક કંપનીઓ પર સૌથી વધુ અસર થવાની સંભાવના છે, કારણ કે આ વિઝાના વપરાશકર્તાઓમાં ભારતીયો સૌથી વધુ છે. વધુમાં ટેક કંપનીઓ આ વિઝા ધારકો પર ખૂબ આધાર રાખે છે. તેથી, આ નિયમ તેમની મુશ્કેલીઓ વધારી શકે છે.

જાન્યુઆરી 2025માં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી, US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી કરી રહ્યા છે. શરૂઆતમાં તેમણે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને જહાજ દ્વારા દેશનિકાલ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમણે આવા વ્યક્તિઓને શોધવા માટે સમગ્ર USમાં શોધ અભિયાન શરૂ કર્યું. હવે નોકરી ગુમાવ્યા પછી યુએસમાંથી વિઝા ધારકોને દેશનિકાલ કરવાનો આ નિર્ણય તે પ્રક્રિયામાં નવીનતમ પગલું છે.