Nicolas Maduro video Viral: વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં અમેરિકાના હુમલાના થોડા કલાકો પહેલાનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં માદુરો ચીનના પ્રતિનિધિ સાથે મુલાકાત કરતા જોવા મળે છે.
માદુરોએ મીરાફ્લોરેસ પેલેસ ખાતે ચીન સરકારના લેટિન અમેરિકન બાબતોના ખાસ પ્રતિનિધિ કિઉ શિયાઓકી સાથે મુલાકાત કરી હતી.
Maduro's last public appearance was a meeting with China's special envoy, just hours before he was captured by the U.S. pic.twitter.com/d5Rlzgfc5S
— BNO News Live (@BNODesk) January 3, 2026
રાષ્ટ્રપતિ શી જિનપિંગના ખાસ દૂત કિઉ શિયાઓકી સાથે મારી મુલાકાત સુખદ રહી છે, તેમ માદુરોએ ટેલિગ્રામ પર કહ્યું હતું.અમે વિકાસ અને શાંતિની બહુધ્રુવીય દુનિયા બનાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ અને મજબૂત થઈ રહેલા વ્યૂહાત્મક સંબંધો પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી, તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો
રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો કે માદુરો અને તેમની પત્નીને મોટા હુમલા બાદ પકડીને દેશમાંથી બહાર લઈ જવામાં આવ્યા હતા તે પહેલાં આ મુલાકાત થઈ હતી.
વેનેઝુએલામાં અમેરિકાનું મોટું લશ્કરી ઓપરેશન
અમેરિકાએ વેનેઝુએલામાં એક મોટું લશ્કરી ઓપરેશન શરૂ કર્યું હતું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકન સૈનિકોએ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કરી છે અને તેમને વેનેઝુએલાથી બહાર લઈ ગયા છે.
ઓપરેશન દરમિયાન વેનેઝુએલાની રાજધાની કારાકાસ અને અન્ય વિસ્તારોમાં વિસ્ફોટો સંભળાયા હતા.આ દર્શાવે છે કે અમેરિકાના લશ્કરી દળોએ મુખ્ય લક્ષ્યાંકો પર હુમલો કર્યો હતો. સીબીસી ન્યૂઝ પ્રમાણે આ મિશન US સૈન્યના ટોચના સ્પેશિયલ મિશન યુનિટ, ડોલ્ટા ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
