ઓસ્ટ્રેલિયાની સંસદમાં જોવા મળ્યો અનોખો નજારો, મહિલા સાંસદે બાળકીને ગોદમાં લઈ આપ્યું ભાષણ, જુઓ Video

ઓસ્ટ્રેલિયાની સંસદમાં એક મહિલા સાંસદ બાળકીને ગોદમાં લઈને ભાષણ આપતા જોવા મળ્યા. આ અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પસંદ આવી રહ્યો છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Wed, 25 Nov 2026 02:56 PM (IST)Updated: Wed, 25 Nov 2026 02:56 PM (IST)
mp-fatima-seen-delivering-a-speech-in-the-australian-parliament-while-holding-her-daughter
(Photo - Social Media X)

MP Fatima Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર નાના બાળકોના વીડિયો વાયરલ થતા રહે છે. જોકે, હાલમાં ઓસ્ટ્રેલિયાની સંસદમાંથી એક અનોખો વીડિયો સામે આવ્યો છે. આમ તો આપણે જોતા હોઈએ છીએ સંસદમાં પક્ષ અને વિપક્ષ દ્વારા આકરા પ્રહારો અને નિવેદન બાજીના જ વીડિયો સામે આવતા હોય છે, પરંતુ આ વખતે ઓસ્ટ્રેલિયાની સંસદમાંથી જે વીડિયો સામે આવ્યો છે તે લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

બાળકીને ગોદમાં તેડી ભાષણ આપતા જોવા મળ્યા મહિલા સેનેટર

ઓસ્ટ્રેલિયાની સંસદમાં એક મહિલા સેનેટર પોતાની 6 મહિનાની બાળકીને ગોદમાં લઈને ભાષણ આપતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તે પોતાના સંસદીય કર્તવ્યનું પાલન કરી રહી હતી અને બીજી તરફ પાછળ બેઠેલા અન્ય મહિલા સેનેટ આ બાળકી સાથે મજાક કરતા જોવા મળ્યા હતા. હવે આ ક્યૂટ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર મહિલા સેનેટરના ખુબ વખાણ કરી રહ્યા છે.

આ પહેલા એક સાંસદે કર્યું હતું લગ્ન માટે પ્રપોઝ

તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ ઓસ્ટ્રલિયાની સંસદમાં અનોખી ઘટના બની હતી. જેનો વીડિયો પણ ખુબ વાયરલ થયો હતો. હકિકતનાં ઓસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સમાં થોડા દિવસો પહેલા લિબરલ પાર્ટીના એક સાંસદ જોર્ડન લેને પોતાની પાર્ટનર નતાલી હિસીને લગ્ન માટે પ્રપોઝ કરીને સૌને ચોંકાવી દીધા હતા. હવે આ મહિલા સેનેટ અને બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બાળકીને તેડીને ભાષણ આપતા રહ્યા ફાતિમા

ઓસ્ટ્રેલિયન સેનેટની કાર્યવાહી દરમિયાન અપક્ષ સેનેટર ફાતિમા પેમેન પોતાની 6 મહિનાની બાળકી આલિયાને ગોદમાં તેડીને ભાષણ આપતી જોવા મળી હતી. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ફાતિમા એક તરફ બાળકીને તેડીને ભાષણ આપી રહી છે અને બીજી તરફ પાછળ બેછેલા અન્ય મહિલા સેનેટર બાળકી સાથે ગમ્મત કરી રહ્યા છે. લોકોને પણ બાળકીના હાવભાવ ખુબ પસંદ આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે કેવી રીતે મહિલા સેનેટેરે એક માતા તરીકેની જવાબદારી નિભાવી અને કેવી રીતે પોતાની સેનેટ તરીકેની ફરજ પુરી કરી. આ વીડિયો એ મહિલાનો માટે પણ પ્રેરણાસ્ત્રોત છે જેઓ ઘરની જવાબદારી સાથે નોકરી કે અન્ય વ્યવસાય કરે છે.