Fire In Thailand: થાઈલેન્ડના ફુકેટ નજીક રિસોર્ટમાં લાગી ભીષણ આગ, 11 લોકોના મોત

Fire In Thailand:થાઈલેન્ડના દક્ષિણી રિસોર્ટ દ્વિપ ફુકેતમાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગને લીધે ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને 16 અન્ય ઈજાગ્રસ્ત થયા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 16 Nov 2026 10:30 AM (IST)Updated: Mon, 16 Nov 2026 10:44 AM (IST)
massive-fire-breaks-out-at-resort-near-phuket-thailand-large-number-of-deaths-reported

Fire In Thailand:થાઈલેન્ડના દક્ષિણી રિસોર્ટ દ્વિપ ફુકેતમાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગને લીધે ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને 16 અન્ય ઈજાગ્રસ્ત થયા છે. આ સાથે પોલીસે ન્યૂઝ એજન્સી રોયટર્સને આપેલી માહિતી પ્રમાણે સવારે આ આગ લાગી હતી અને આજુબાજુની અનેક ઈમારતોમાં આ આગ ફેલાઈ હતી. ત્યારબાદ આગ પર અંકુશ મેળવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

વહેલી સવારે લાગી આગ

સ્થાનિક સમય પ્રમાણે આ આગ સવારે 3:17 વાગે લાગી હતી. જે સ્થળ પર આગ લાગી તે સ્થળ વાહનોને ભાડેથી આપવાને લગતા બિઝનેસ સાથે સંકળાયેલ છે અને અધિકારીઓની માહિતી પ્રમાણે ફાયરબ્રિગેડ દ્વારા આશરે બે કલાક સુધી આગ પર અંકુશ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

વિદેશી પર્યટકોને કોઈ નુકસાન નહીં

પોલીસની માહિતી પ્રમાણે ઈજાગ્રસ્ત 16 વ્યક્તિ પૈકી 15 વ્યક્તિ થાઈલેન્ડ સ્થિત છે. જ્યારે એક વ્યક્તિ મ્યાનમાર સ્થિત છે. આ ઘટનામાં અન્ય કોઈ વિદેશી પર્યટકને ઈજા થવા કે મૃતકોમાં સામેલ નથી.

આ ઈમારત ફુકેટના પશ્ચિમ કાઠા પર આવેલ પાતોંગના એક વિસ્તારમાં છે. પાતોંગ ફુકેત સૌથી વધારે લોકપ્રિય સ્થળો પૈકી એક છે અને તે સ્થાનિક તથા વિદેશી લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આગ એટલી વ્યાપક હતી કે તેની આજુબાજુની ઈમારતને પણ તેણે પોતાની ઝપટમાં લઈ લીધા હતા અને લોકોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળતો હતો.

પોલીસ તરફથી મહત્વનું નિવેદન

પોલીસ દ્વારા આપવામાં આવેલ માહિતી પ્રમાણે આ ઘટનામાં આગ પર અંકુશ મેળવી લેવામાં આવ્યો છે અને સ્થાનિક સ્તર પર બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોએ પણ બચાવ અભિયાનમાં મદદ કરી હતી અને લોકોને હોસ્પિટલ સુધી ખસેડવામાં મદદ કરી હતી. અત્યારે સમગ્ર સ્થિતિ સંપૂર્ણપણે અંકૂશમાં છે અને જાનહાની થયેલ લોકોના પરિવારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.