મોબાઈલમાં સેટિંગ બદલવાના નામે મહિલાના iPhone માંથી ન્યૂડ તસવીરો લેવાનો આરોપ, ભારતીય મૂળના યુવકની ધરપકડ

America News: અમેરિકાના ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એનફોર્સમેન્ટે રાહુલ આનંદકૃષ્ણન નામના ભારતીય મૂળના યુવકની ધરપકડ કરી છે. રાહુલ સામે કોઈની પરવાનગી વિના તેમના પર્સનલ ફોટા લેવાનો આરોપ લાગ્યો છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Sun, 22 Nov 2026 12:42 PM (IST)Updated: Sun, 22 Nov 2026 12:42 PM (IST)
man-of-indian-origin-accused-of-taking-private-photos-of-a-woman-from-her-mobile-in-america
 રાહુલ આનંદકૃષ્ણન નામના યુવકની ધરપકડ

America News: અમેરિકામાં ભારતીય મૂળના યુવકની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર આરોપ છે કે, તેમણે એક મહિલાની તેમના મોબાઈલમાંથી નગ્ન તસવીરો લઈ લીધી હતી.જે બાદ યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને ICE એ યુવકને દબોચી લીધો છે.

ભારતીય મૂળના યુવકની ધરપકડ

આ અંગે વિગતે વાત કરીએ તો અમેરિકાના ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એનફોર્સમેન્ટે રાહુલ આનંદકૃષ્ણન નામના ભારતીય મૂળના યુવકની ધરપકડ કરી છે. રાહુલ સામે કોઈની પરવાનગી વિના તેમના પર્સનલ વીડિયો અથવા તસવીરો લેવાનો આરોપ લાગ્યો છે. આ ઘટના 7 જૂનની હોવાની વાત સામે આવી છે.

મહિલાની અંગત તસવીરો મોબાઈલમાંથી લેવાનો આરોપ

આ ઘટના ત્યારે બની જ્યારે એક મહિલા અમેરિકાના ઓસ્ટિનના કેપિટલ પ્લાઝામાં આવેલા એક મોબાઈલ સ્ટોરમાં પોતાના આઈફોન લઈને પહોંચી હતી. પોતાના ફોનમાં નેટવર્ક સેટિંગનો પ્રોબ્લેમ હોવાથી મહિલાએ ફોન ત્યાં હાજર કર્મચારીને આપ્યો હતો. ત્યાર બાદ કર્મચારીએ પાસકોડ લઈને ફોનની ગેલેરી ખોલી નાખી હોવાનો આરોપ છે. ત્યારે બાદ કર્મચારીએ એયરડ્રોપના માધ્યામથી મહિલાની પર્સનલ તસવીરો પોતાના ડિવાઈઝમાં મોકલવાનો પ્રયાસ કર્યો.

પોલીસે યુવકની કરી ધરપકડ

આ વાતની મહિલાને જાણ થઈ ગઈ અને તેમણે પોલીસને બોલાવી લીધી. ત્યાર બાદ ઘટનાસ્થળે આવેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી, મહિલાએ પોલીસને જણાવ્યું કે, યુવક મારો મોબાઈલ લઈને સ્ટોરના પાછળના ભાગમાં ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ જ્યારે યુવકે ફોન મહિલાને આપ્યો ત્યારે મહિલાને ખબર પડી કે એયરડ્રોપના માધ્યમથી પોતાની બે અંગત તસવીરો યુવકે પોતાના ડિવાઈઝમાં સેન્ડ કરી લીધી છે. એટલું જ નહીં મહિલાએ પોલીસ સમક્ષ એવો પણ આરોપ લગાવ્યો હતો કે મોબાઈલ સ્ટોરના કર્મચારીએ પોતાના Snapchat ના એકાઉન્ટ સાથે પણ છેડછાડ કરી હતી.

પોતાના પર લાગેલા આરોપ અંગે શું બોલ્યો રાહુલ રાધાકૃષ્ણન

પોતાના પર લાગેલા આરોપ અંગે આરોપ રાહુલ રાધાકૃષ્ણને કોર્ટમાં જણાવ્યું કે, મહિલા પોતાના ફોનના સેટિંગ માટે સ્ટોર પર આવી હતી. મહિલાના ફોનમાંથી તસવીરો પોતાના ડિવાઈઝમાં લેવાની કોશીશ કરી હતી પરંતુ સફળતા મળી નહોતી તેથી મોબાઈલ મહિલાને પરત કરી દીધો હતો. રાહુલે એ વાતનો પણ સ્વિકાર કર્યો કે મહિલાએ ફક્ત તેમના ફોનના સેટિંગને જોવાની પરવાનગી આપી હતી ગેલેરે કે અન્ય કોઈ ફોલ્ડરને ખોલવાની મંજૂરી આપી ન હતી.

તો બીજી તરફ તપાસ એજન્સીએ આરોપી અંગે જણાવ્યું કે, રાહુલ રાધાકૃષ્ણન પહેલા જ કાઉન્ટી જેલમાં સજા ભોગવી ચૂક્યો છે અને હવે ઈનમિગ્રેશન કોર્ટની કાર્યવાહી પુરી થાય ત્યાં સુધી તે ICE ની અટકાયતમાં રહેશે.