કપિલ શર્માના કેફે પર ગોળીબાર મામલે મોટી કાર્યવાહી, કેનેડામાં 2 આરોપીની ધરપકડ

બંને આરોપી સામે 12 અને 16 ઓક્ટોબરના ગોળીબારના બનાવો સંદર્ભે કાયદેસરના ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 07 Nov 2026 05:54 PM (IST)Updated: Sat, 07 Nov 2026 05:54 PM (IST)
kapil-sharma-cafe-firing-case-two-accused-arrested-in-canada

Kapil Sharma Cafe Firing Case: કેનેડામાં જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેફે પર થયેલા ગોળીબારના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરીને 2 શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. આ શખ્સો સામે સત્તાવાર આરોપ નક્કી કરવામાં આવ્યા છે. કેનેડામાં સ્થિત કપિલ શર્માના રેસ્ટોરન્ટ પર ગત ઓક્ટોબર 2025 ના રોજ ગોળીબારની ગંભીર ઘટના બની હતી.

આ કેસ અંગે વિગતવાર માહિતી આપતા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે શુક્રવારે જણાવ્યું કે, 1 નવેમ્બરના રોજ 22 વર્ષના 2 શંકાસ્પદ આરોપી પ્રદીપ સિંહ અને સવીર ખાનની અટકાયત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 16 ઓક્ટોબર 2025 ના રોજ પોલીસને 120 સ્ટ્રીટના 8400-બ્લોક ખાતે આવેલા કેફે પર ગોળીબાર થયો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ગોળીબાર થયો તે સમયે કેફે બંધ હતું, પરંતુ અંદર 2 કર્મચારી હાજર હતા, જેઓ સદનસીબે સુરક્ષિત રહ્યા અને તેમને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. પ્રદીપ સિંહ અને સવીર ખાન પર ગોળીબારની અન્ય એક ઘટના સંબંધિત પણ આરોપ લગાવવામાં આવ્યા છે, અને આ બંને ઘટના ખંડણી સાથે જોડાયેલી છે.

બીજી ગોળીબારની ઘટના 12 ઓક્ટોબરના રોજ બની હતી, જેમાં સરે સ્થિત એક ઘરમાં ગોળી વાગવાની માહિતી પોલીસને મળી હતી અને આ ઘટનામાં 1 મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. આથી 12 ઓક્ટોબરના બનાવ સંદર્ભે બંને આરોપીઓ સામે 1-1 ચાર્જ અને 16 ઓક્ટોબરની ઘટના અંગે પણ કાયદેસરના આરોપ નક્કી કરવામાં આવ્યા છે.