Japan Earthquake Tsunami Alert: આજે સોમવારના રોજ જાપાનના ઉત્તર-પૂર્વ તટ પાસે 7.4 તીવ્રતાનો એક અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. આ વિનાશક ભૂકંપ બાદ જાપાન હવામાન વિજ્ઞાન એજન્સી (Japan Meteorological Agency) દ્વારા તાત્કાલિક ધોરણે સુનામીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ભૂકંપનું કેન્દ્ર અને તીવ્રતા
આ ભૂકંપ સ્થાનિક સમય મુજબ સાંજે 4:53 કલાકે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ઉત્તરી ઇવાતે પ્રાંત પાસે પ્રશાંત મહાસાગરમાં જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે તેના કેન્દ્રથી સેંકડો કિલોમીટર દૂર આવેલી રાજધાની ટોક્યોમાં પણ ઊંચી ઇમારતો હલી ગઈ હતી. ભૂકંપના આકરા ઝટકાઓને કારણે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો
સુનામીની ગંભીર ચેતવણી
રૉયટર્સે જાપાની એજન્સીના હવાલાથી માહિતી આપી છે કે, આ ભૂકંપને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ખતરો ઉભો થયો છે. ખાસ કરીને ઇવાતે પ્રાંત અને હોક્કાઇડોના કેટલાક ભાગોમાં 3 મીટર (લગભગ 10 ફૂટ) સુધીની ઊંચાઈવાળા સુનામીના મોજા ઉછળવાની સત્તાવાર ચેતવણી આપવામાં આવી છે.
