Japan Earthquake: આજે રવિવારે સવારે જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, 5.7ની તિવ્રતાથી ધરતીમાં કંપન અનુભવાતા ગભારેયલા લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. ભારે તિવ્રતાના ભૂંકપના કારણે દુકાનો અને ઘરોના કાંચ તૂટી ગયા હતા. સામાન વેર વિખેર થઇ ગયો હતો. આ ઘટનામાં 22 લોકોને ઇજા પહોંચી હોવાના અહેવાલ છે.
મળતી વિગતો અનુસાર, જામાન મોસમ વિજ્ઞાન એજન્સી દ્વારા ભૂકંપ 5.7ની તિવ્રતાનો હોવાનું નોંધ્યું છે જ્યારે અમેરિકન ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર ભૂકંપ 5.5ની તિવ્રતાનો હોવાનુ નોંધ્યુ છે. આટલી તિવ્રતાના ભૂકંપ બાદ હળવા આફ્ટરશોક પણ અનુભવાઇ રહ્યા છે.
આ પણ વાંચો
ભૂકંપના ઝાટકાથી કાંચ તૂટ્યા, સામાન વેર-વિખેર થયો
આઇચી અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપની અસર સૌથી વધુ થઇ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ક્યોટો, નારા, હમામાત્સુ શહેર, માઉન્ટ ફુજી અને તેની નજીક આવેલા યામાનાશી તથા ગિફુમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. દુકાનો કાચ તૂંટતા, સામાન વેર-વિખેર થતાં વિઝ્યૂઅલ જાપાનની સ્થાનિક ટીવી ચેનલોમાં દર્શાવવામાં આવ્યા છે.
એક પુસ્તકનું વેચાણ કરતી દુકાનમાંથી પુસ્તકો વેર-વિખેર થઇ ગયા હતા. કબાટો નીચે પડી ગયા હતા. અધિકારઓના જણાવ્યા અનુસાર, ભૂકંપ આવ્યો એ સમયે બચવા જતા કેટલાક લોકો પગથિયા પરથી પડી ગયા હતા. એ લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
