China Iran Aid:ચીન ઈરાનને મદદ કરે તે અમેરિકાને સ્વીકાર્ય નથી, રાષ્ટ્રપતિ ટ્રમ્પે શીજિનપિંગને ફરી વખત આપી ચેતવણી

શી અને ટ્રમ્પે ગુરુવારે 90 મિનિટની બંધ બારણે બેઠક યોજી હતી, જેમાં મધ્ય પૂર્વ, યુક્રેન અને કોરિયન દ્વીપકલ્પ સંબંધિત મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 25 Sep 2026 09:12 PM (IST)Updated: Fri, 25 Sep 2026 09:19 PM (IST)
it-is-unacceptable-to-the-us-for-china-to-help-iran-president-trump-has-once-again-warned-xi-jinping

China Iran Aid:ચીનમાં અમેરિકાના રાજદૂત ડેવિડ પેરડ્યૂએ એક ચોંકાવનાર નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું છે કે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ વોશિંગ્ટનના પ્રવાસ પર આવ્યા હતા ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ચીન દ્વારા ઈરાનને મદદ પહોંચાડવી તે અમેરિકાને મંજૂર નથી.

ચીનની ઈરાનને મદદ મંજૂરી નથી

CNBCને આપવામાં આવેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે અમે તેમને સપ્તાહો અગાઉ જ સ્પષ્ટ કરી દીધુ હતું કે ઈરાનને આપવામાં આવતી મદદ પછી તે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ, ઈન્ટેલિજન્સ હોય કે માલ-સામાન, મિલિટ્રીનો સામાન હોય પણ તે મંજૂરી નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી વખત ગઈકાલે આ વાત સ્પષ્ટપણે કહી છે. આ સતત તેમને ફરી વખત કહેવામાં આવ્યું છે. 

અમેરિકાના રાજદૂત તેમની તેમની વાતમાં વધુમાં જણાવ્યું હતું કે બન્ને નેતાઓ વચ્ચે કંઈક હસ્તક વિશ્વાસના સંબંધ બનાવી રહેલ છે અને મુશ્કેલ મુદ્દા પર ખુલ્લીને વાતચીત કરી રહ્યા છે. તેમના મતે જ્યાં પણ બન્ને નેતા મળે છે તો આ સંવેદનશીલ વિષયો પર તેમની વચ્ચે એક અલગ લેવલની નજદીકી જોવા મળે છે.

શી જિનપિંગ ત્રણ દિવસની મુલાકાતે

રાષ્ટ્રપતિ ટ્રમ્પના આમંત્રણ પર શી જિનપિંગ ત્રણ દિવસની સત્તાવાર મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા વચ્ચેના સંબંધોમાં સ્થિરતા જાળવવાનો હતો.

ચીનની સત્તાવાર માહિતી પ્રમાણે શી અને ટ્રમ્પે ગુરુવારે 90 મિનિટની બંધ બારણે બેઠક યોજી હતી, જેમાં મધ્ય પૂર્વ, યુક્રેન અને કોરિયન દ્વીપકલ્પ સંબંધિત મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે વેપાર અને AI જેવા મુખ્ય મુદ્દા પર કોઈ મોટી સફળતા મળી ન હતી.