અમેરિકામાં ટ્રમ્પ-જિનપિંગ વચ્ચે મુલાકાત, યુએસ રાષ્ટ્રપતિએ બીજા વિશ્વયુદ્ધનો ઉલ્લેખ કર્યો તો ચીની રાષ્ટ્રપતિએ થ્યુસીડાઇડ્સ ટ્રેપથી બચવા માટેનું સૂત્ર આપ્યું

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ. ટ્રમ્પે બીજા વિશ્વયુદ્ધનું સ્મરણ કર્યું, જ્યારે જિનપિંગે બંને મહાસત્તાઓ વચ્ચે તણાવ ઘટાડવા અને થ્યુસીડાઇડ્સ ટ્રેપ ટાળવાની વાત કરી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 24 Sep 2026 11:58 PM (IST)Updated: Thu, 24 Sep 2026 11:58 PM (IST)
trump-xi-jinping-meet-thucydides-trap-wwii-trade-talks

Trump & Xi Jinping Meeting: અમેરિકાની પોતાની પ્રથમ રાજકીય (State) મુલાકાતે પહોંચેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્હાઇટ હાઉસમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન બંને મહાસત્તાઓ વચ્ચે વૈશ્વિક વેપાર, તકનીકી સ્પર્ધા, તાઇવાન અને સુરક્ષા જેવા અનેક સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ મુલાકાત દરમિયાન ચીની રાષ્ટ્રપતિએ વૈશ્વિક રાજકારણમાં ચર્ચાના કેન્દ્રમાં રહેલા 'થ્યુસીડાઇડ્સ ટ્રેપ' (Thucydides Trap) નો ઉલ્લેખ કરીને સંબંધો સુધારવા પર ભાર મૂક્યો હતો.

શું છે થ્યુસીડાઇડ્સ ટ્રેપ અને શી જિનપિંગનું નિવેદન?

વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલા સ્વાગત સમારોહમાં બોલતાં શી જિનપિંગે જણાવ્યું હતું કે, ચીન અને અમેરિકા જેવા બે મહાન દેશોએ 'થ્યુસીડાઇડ્સ ટ્રેપ'થી બચવું જોઈએ અને સંઘર્ષને બદલે સહયોગનો રસ્તો અપનાવવો જોઈએ.

થ્યુસીડાઇડ્સ ટ્રેપએ એક એવી રાજકીય થિયરી છે, જે દર્શાવે છે કે જ્યારે કોઈ નવી ઉભરતી શક્તિ કોઈ સ્થાપિત કે વિકસિત મહાસત્તાને ટક્કર આપે છે, ત્યારે બંને વચ્ચે યુદ્ધ કે તણાવ થવાની સંભાવના ઘણી વધી જાય છે.

જિનપિંગે સ્પષ્ટ કર્યું કે અમેરિકા અને ચીને એક-બીજાને પ્રતિસ્પર્ધી (Rival)ના સમજતા ભાગીદાર (Partner) તરીકે જોવા જોઈએ. ચીનનું પુનરુત્થાન અને અમેરિકાને ફરી મહાન બનાવવાનું લક્ષ્ય સાથે મળીને આગળ વધી શકે છે. તેમણે ઉમેર્યું કે સ્પર્ધા હોવી સ્વાભાવિક છે, પરંતુ તે એવી હોવી જોઈએ જેમાં એકબીજાને હલાવી દેવાને બદલે સ્વસ્થ અને મર્યાદિત સ્પર્ધા જળવાઈ રહે.

ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા અને દ્વિતીય વિશ્વયુદ્ધનું સ્મરણ

ચીની રાષ્ટ્રપતિના નિવેદન સામે પ્રતિક્રિયા આપતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની નેતાના વખાણ કર્યા હતા. ટ્રમ્પે દ્વિતીય વિશ્વયુદ્ધ (World War II)નો ઉલ્લેખ કરતા યાદ અપાવ્યું કે, જેમ તે મુશ્કેલ સમયમાં બંને દેશોના લોકોએ સાથે મળીને મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, તેવી જ રીતે ભવિષ્યમાં પણ બંને દેશોએ વધુ સારા સંબંધો માટે સાથે કામ કરવું પડશે. ટ્રમ્પે ઔપચારિક મંચ પરથી બંને દેશો વચ્ચેના જૂના સંબંધો અને દોસ્તીને પણ યાદ કરી હતી.

વેપાર યુદ્ધ (Trade War) અને અન્ય એજન્ડા

આ બેઠક અગાઉ બંને દેશોએ લાંબા સમયથી ચાલી રહેલા વેપાર કરારને આગામી 10 જાન્યુઆરી સુધી લંબાવવાની સહમતિ દર્શાવી છે. વ્હાઇટ હાઉસમાં યોજાયેલી આ ઔપચારિક બેઠકમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ કેન્દ્રમાં રહ્યા-

  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેક્નોલોજી ક્ષેત્રે સુરક્ષા
  • ટેરિફ અને ટ્રેડ વૉર સંબંધિત કરારોને લંબાવવા
  • તાઇવાન અને દુર્લભ ખનિજો (Rare Minerals)ની આપ-લે તથા નિયંત્રણો
  • વૈશ્વિક સ્તરે સુરક્ષા અને સુપર ઇન્ટેલિજન્સ સંબંધિત બાબતો

વિશેષજ્ઞોના મતે, આ મુલાકાતે આગામી સમયમાં વૈશ્વિક અર્થતંત્ર અને રાજનીતિની દિશા નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવી છે, કારણ કે બંને દેશોના સંબંધો સમગ્ર વિશ્વના બજારોને સીધી અસર કરે છે.