Israel New Government: ઈઝરાયલમાં ફરી આવી શકે છે નેતન્યાહુ રાજ, આઈસેનકોટે લિકુડ પાર્ટીને ગઠબંધન માટે આપ્યું આમંત્રણ

Israel New Government: ઈઝરયલમાં નવી સરકાર બનાવવાનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે, જેમાં નેતન્યાહુની વાપસી થઈ શકે છે. ગાદી આઈસેનકોટે લિકુડ પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Sun, 22 Nov 2026 08:07 AM (IST)Updated: Sun, 22 Nov 2026 08:07 AM (IST)
israel-new-government-gadi-eisenkot-invited-netanyahu-likud-party-for-coalition-talks

Israel New Government: ઈઝરાયલમાં નવી સરકાર બનાવવાને લઈને હલચલ તેજ થઈ ગઈ છે. ફરી એકવાર નેતન્યાહુની વાપસી થઈ શકે છે. હકિકતમાં ઈઝરાયલમાં નવી સરકાર બનાવવા માટે ગાદી આઈસેનકોટે કાર્યકારી પ્રધાનમંત્રી નેતન્યાહુની પાર્ટી લિકુડને ગઠબંધન માટે વાટાઘાટ કરવા આમંત્રણ આપ્યું છે. આઈસેનકોટની પાર્ટી યશારએ જણાવ્યું હતું કે એર સ્થિર સરકાર બનાવવા માટે અમારી પાસે આવતા મહિના સુધીનો સમય છે. તમને જણાવી દઈએ હાલમાં યોજાયેલી ચૂંટણીમાં ઈઝરાયલમાં કોઈ પણ પાર્ટીને બહુમતી મળી નહોતી. જેથી ગઠબંધન સરકાર બનાવવી પડશે

નવી સરકાર બનાવવા માટે ડિસેમ્બર મહિના સુધીનો સમય

આ માહિતી જેરુસલમ પોસ્ટ દ્વારા પ્રાપ્ત થઈ છે, જેમા કહેવામાં આવ્યું છે કે,આઈસેનકોટે તેમની પાર્ટીના નેતાઓને કહ્યું છે કે,તેઓ લિકુડ પાર્ટીના નેતાઓ સાથે લાંબી બેઠક કરીને નવી સરકાર બનાવવા માટેની વાતચીત શરુ કરે. તમને જણાવી દઈએ કે, આઈસેનકોટ પાસે નવી સરકાર બનાવવા માટે ડિસેમ્બર મહિના સુધીનો સમય છે. જો કે પ્રસ્તાવ મળ્યા બાદ લિકુડ પાર્ટીએ કેટલીક શરતો પણ રાખી છે. તો બીજી તરફ બેયાચદ પાર્ટીના પ્રમુખે પણ નેતાન્યાહુની પાર્ટી સાથે ગઠબંધન કરવા અને આઈસનકોટના નેતૃત્વમાં નવી સરકાર બનાવવવા કઈ પણ કરી છૂટવાની તૈયારી દર્શાવી છે.

લિકુડ પાર્ટીએ શું રાખી શરત?

તો બીજી તરફ લિકુડ પાર્ટીએ ગઠબંધન સરકાર બનાવવા માટે સંયુક્ત ઘોષણાપત્રનો પ્રસ્તાવ રાખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, યહુદી લોકોના રાષ્ટ્ર-રાજ્યના રુપમાં ઈઝરાયલના અસ્તિત્વનું સમર્થન કરતી બધી પાર્ટી સામેલ થાય પરંતુ તેમા અરબ દેશોને સામેલ કરવામાં ન આવે. તો બીજી તરફ કેટલાક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, લિકુક પાર્ટી વાટાઘાટોની આડમાં સરકાર બનાવવામાં મોડુ કરી શકે જેથી આઈસનકોટને મળેલ જનમત ખતમ થઈ જાય.

વાટાઘાટોને લાંબી ખેંચવામાં નહીં આવે

તો બીજી તરફ આઈસનકોટો કહ્યું છે કે નવી સરકાર બનાવવા માટે જે વાટાઘાટો કરવામાં આવશે તેને લાંબી ખેંચવામાં નહીં આવે. આ ઉપરાંત તેમણે એવી પણ ચીમકી આપી છે કે જો ગઠબંધન સરકાર બનાવવામાં સફળતા નહીં મળે તો તેઓ સંસદમાં અલ્પસંખ્યક રાષ્ટ્રીય ઈમરજન્સી સરકાર બનાવવાનો પ્રસ્તાવ રાખવા માટે તૈયાર છે.