Netanyahu In Israel:ઈઝરાયલમાં 27 ઓક્ટોબરના રોજ યોજાયેલી ચુંટણીમાં કોઈ એક રાજકીય પક્ષને બહુમતી નહીં મળતા હવે રાષ્ટ્રપતિ ઈસાક હર્જોગે વિપક્ષના નેતા આઈસેનકોટને દેશની આગામી સરકાર બનાવવાની જવાબદારી આપી છે. વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂના મુખ્ય હરીફને સત્તામાં આવવા માટે માર્ગ મોકળો થઈ ગયો છે.
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સેસ(IDF)ના ભૂતપૂર્વ વડા આઈસેનકોટને નેસેટ એટલે કે ઈઝરાયલની સંસદના 120 સભ્યોમાંથી 67 સભ્યનું સમર્થન મળ્યું છે. જોકે, ગઠબંધન સરકાર બનવવી તે એક મોટો પડકાર છે, કારણ કે તેમના પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નથી. આ ઉપરાંત સંભવિત સહયોગી પક્ષ અરબ પાર્ટીઓ અને અતિ રુઢીવાદી ગણતા પક્ષોની ભૂમિકા એક-બીજાથી અસહમત છે. આ દરમિયાન નેતન્યાહૂ એક રાષ્ટ્રીય એકતા સરકાર બનાવવા પર ભાર આપી રહ્યા છે.
ઈઝરાયલની આગામી સરકાર બનાવવા માટે આઈસેનકોટને છ સપ્તાહનો સમય મળ્યો છે. હર્જોગે શનિવારે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરીને અને આઈસેનકોટ તથા નેતન્યાહૂ સાથે અલગ-અલગ ચર્ચા કર્યાં બાદ પોતાનો નિર્ણય કર્યો છે.
આ જનાદેશન અંતર્ગત ભૂતપૂર્વ સૈન્ય વડાને સંભવિત સહયોગીઓ સાથે વાતચીત કરવા અને સરકાર બનાવવા માટે જરૂરી સંસદીય સમર્થન મેળવવા માટે 42 દિવસ સુધીનો સમય માંગ્યો છે. આ નિર્ણય ઈઝરાયેલના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેલા નેતન્યાહૂને માટે એક મોટો ઝાટો છે. સત્તામાં જળવાઈ રહેવાના તેમના પ્રયત્નોને ઝાટકો લાગ્યો છે.
આઈસેનકોટને 120 સભ્યની સંસદ એટલે કે નેસેટમાં 67 સંસદોનું સમર્થનની ભલામણ સાથે પોતાનું નામ આગળ રજૂ કર્યું છે. તેમાં યદુદી-નેતૃત્વ હેઠળના વિપક્ષી ગુટ, અરબ પાર્ટી રાઆમ અને જોઈન્ટ લિસ્ટનો સમાવેશ થાય છે.
રાઆમ અને જોઈન્ટ લિસ્ટના સમર્થનથી આઈઝેનકોટને મોટો ફાયદો મળ્યો છે. તેમની સંયુક્ત 19 બેઠકો તેમને બહુમતી મેળવવામાં મદદ કરી શકે છે, અલબત આરબ-નેતૃત્વવાળા પક્ષો સાથે કામ કરવું એ એક રાજકીય પડકાર છે. આ અગાઉ ફક્ત એક જ વાર કોઈ આરબ પક્ષ ઇઝરાયલી ગઠબંધન સરકારનો ભાગ રહ્યો છે.
