Europe Protests:ફ્રાંસ, બેલ્જિયમ સહિત યુરોપના અનેક દેશોમાં ફેલાઈ રહ્યું છે ઉગ્ર પ્રદર્શન, સુરક્ષા દળો વચ્ચે વધી રહ્યો છે સંઘર્ષ

Europe Protests:યુરોપના અનેક દેશોમાં મોંઘવારી, રહેઠાણ સંબંધિત સંકટ અને રાજકીય નેતૃત્વ સામે વિરોધ પ્રદર્શન સતત વધી રહ્યું છે. આ વિરોધ પ્રદર્શન યુરોપના દેશોમાં ઝડપભેર ફેલાઈ રહ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 18 Oct 2026 10:46 AM (IST)Updated: Sun, 18 Oct 2026 10:46 AM (IST)
intense-protests-are-spreading-across-several-european-countries-including-france-and-belgium

Europe Protests:યુરોપના અનેક દેશોમાં મોંઘવારી, રહેઠાણ સંબંધિત સંકટ અને રાજકીય નેતૃત્વ સામે વિરોધ પ્રદર્શન સતત વધી રહ્યું છે. આ વિરોધ પ્રદર્શન યુરોપના દેશોમાં ઝડપભેર ફેલાઈ રહ્યું છે. ફ્રાંસ, બેલ્જિયમ, ઈટાલી, પોર્ટુગીઝ અને અલ્બાનિયા જેવા દેશોમાં ફેલાઈ ગયો છે.

ફ્રાંસમાં વધતી કિંમતો અને જાહેર સેવામાં કથળતી સ્થિતિના વિરોધમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વધારે હિંસક પ્રદર્શન પૈકી એક છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોંએ કહ્યું કે દેશમાં હિંસાને કોઈ જ સ્થાન નથી.

ગૃહ મંત્રાલય પ્રમાણે 272 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પેરિસ, માર્સિલે, રેનેસ, ટુલુઝ અને એંગર્સ જેવા શહેરોમાં નકાબપોશ લોકો દ્વારા હિંસાની ઘટનાઓ સામે આવી છે. આ ઘટનામાં લૂટફાટનો પ્રયત્ન, પોલીસ સાથે અથડામણ, માર્ગ તથા ચીજવસ્તુઓને આગ લગાવવા તથા સત્તાના કેન્દ્રો અને મીડિયા સંસ્થાઓને નિકાસ અંગે સામેલ છે.


ફ્રાંસમાં જે વિરોધ પ્રદર્શનની અસર હતી તે હવે બેલ્જિયમ સુધી પહોંચી છે. લીઝ શહેરમાં શનિવારે સેંકડો વિદ્યાર્થીએ વધતા શિક્ષણ ખર્ચ, વર્ગખંડોમાં સતત ભીડ અને અભ્યાસ સામગ્રીની અછત સામે પ્રદર્શન કર્યું. આ દરમિયાન પોલીસ સાથેની અથડામણ પણ વધી રહી છે.
બેલ્જિયમમાં પણ શનિવારે સેંકડો લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. કેટલાક પ્રદર્શનકારીઓ પોલીસ સાથે સંઘર્ષમાં ઉતર્યાં હતા. આ પૈકી પ્રદર્શનકારીઓ ફ્રાંસમાં રહેતા પ્રદર્શનોથી પ્રેરીત હતા.

બેલ્જિયમના વિદ્યાર્થી જૂથો કહે છે કે તેઓ શિક્ષણના વધતા ખર્ચ અને સુધારાઓનો વિરોધ કરી રહ્યા છે, તેમને ડર છે કે ઉચ્ચ શિક્ષણ મેળવવાનું વધુ મુશ્કેલ બનશે.

ઘણા વિરોધીઓએ માસ્ક પહેર્યા હતા.પોલીસે ટીયર ગેસ અને પાણીના તોપનો ઉપયોગ કર્યો.બેલ્જિયમના ગૃહમંત્રી બર્નાર્ડ ક્વિન્ટિને કહ્યું કે જે થઈ રહ્યું છે તે હવે માત્ર વિરોધ નથી અને તોફાનીઓનો સામનો કરવા અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

ઈટાલી, અલ્બાનિયા અને પોર્ટુગીઝમાં પ્રદર્શન

ઈટાલીના મિલાનમાં મોંઘવારી સામે માર્ચ દરમિયાન હિંસા ભડકી છે. પોલીસે કેન્દ્રીય કેથેડ્રલ ચોકને ખાલી કરવા માટે ટીયર ગેસના ઉપયોગ કર્યાં છે. બોલોન્યામાં પ્રદર્શનકારીઓન સામે કાર્યવાહી કરી હતી.