India Rebukes UN Report: સંયુક્ત રાષ્ટ્રના (UN) એક વિશેષ પ્રતિવેદક (સ્પેશિયલ રેપોર્ટિયર) દ્વારા મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમની ડી-કંપનીને 'ભારત-આધારિત' ગુનાહિત જૂથ ગણાવવા પર ભારતે સખત વાંધો ઉઠાવી આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ત્રીજી સમિતિમાં ભારત સ્થાપિત મિશનના પ્રથમ સચિવ રઘુ પુરીએ બેન સોલની રિપોર્ટનો કડક શબ્દોમાં પ્રત્યુત્તર આપ્યો હતો.
આતંકવાદનો સામનો કરતી વખતે માનવ અધિકારોના રક્ષણ માટે નિયુક્ત યુએનના સ્પેશિયલ રેપોર્ટિયર બેન સોલની રિપોર્ટમાં રહેલી તથ્યાત્મક ભૂલો તરફ ઈશારો કરતા ભારતે ચેતવણી આપી કે, આવી અક્ષમતા સંયુક્ત રાષ્ટ્ર જેવી વૈશ્વિક સંસ્થાનીવિશ્વસનીયતાને ભારે નુકસાન પહોંચાડે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ત્રીજી સમિતિમાં ભારત સ્થાપિત મિશનના પ્રથમ સચિવ રઘુ પુરીએ બેન સોલની રિપોર્ટનો કડક શબ્દોમાં પ્રત્યુત્તર આપ્યો હતો.
આ પણ વાંચો
ભારતના પ્રતિનિધિ રઘુ પુરીએ સ્પષ્ટ કર્યું કે, ડી-કંપની અને તેનો લિસ્ટેડ દાઉદ ઇબ્રાહિમ વર્ષ 1993 થી જ ભારતમાં થયેલા આતંકી હુમલાના સિલસિલામાં મોસ્ટ વોન્ટેડ અપરાધી છે. તેમણે યુએન સુરક્ષા પરિષદની 1267 અલ-કાયદા પ્રતિબંધ વ્યવસ્થાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, દાઉદ વર્ષ 2003 માં UN લિસ્ટિંગમાં સામેલ થયાના ઘણા સમય પહેલાં જ ભારતમાંથી ભાગી ગયો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, દેશ બહાર રહીને અલ-કાયદા તથા ઓસામા બિન લાદેન સાથે જોડાયેલો હોવાના કારણે જ તેને આ યાદીમાં મૂકવામાં આવ્યો હતો. રિપોર્ટમાં આ મહત્વના તથ્યનો ઉલ્લેખ ન કરીને ડી-કંપનીને ભારત-આધારિત ગણાવવી એ વાસ્તવિકતાથી તદ્દન વિપરીત અને ગેરમાર્ગે દોરનારું ચિત્ર રજૂ કરે છે.
રઘુ પુરીએ યુએનમાં રેકોર્ડ સુધારીને જણાવ્યું કે, દાઉદ ઇબ્રાહિમ ભારતમાં વોન્ટેડ અપરાધી છે અને સંયુક્ત રાષ્ટ્રની પોતાની યાદી અનુસાર તે એ જ દેશમાં છુપાયેલો છે જ્યાં અલકાયદાનો આતંકી ઓસામા બિન લાદેન મળી આવ્યો અને માર્યો ગયો હતો. તેમનો ઈશારો પાકિસ્તાન તરફ હતો, જ્યાં વર્ષ 2011 માં એબોટાબાદ શહેરમાં અમેરિકન નેવી સીલ ટીમ દ્વારા કરવામાં આવેલા એક દરોડામાં ઓસામા બિન લાડેન માર્યો ગયો હતો.
