Jensen Huang : Nvidiaના CEO જેન્સેન હુઆંગ તેમના અંગત સંબંધોને લઈ નવી તપાસના ઘેરાવામાં આવી ગયા છે. તેમના પ્રેમ પ્રકરણની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. એક પછી એક સતત ખુલાસા સામે આવી રહ્યા છે. તેમની કંપનીના એક કર્મચારી સાથેના તેમના અફેરને લઈ અત્યારે વિવાદ ચાલી રહ્યો છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમની કંપની હેલ્થકેના વાઈસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પોવેલ સાથે તેમના લગ્નેત્તર સંબંધ હતા. જે સીધા જ તેમને આધિન કામ કરે છે. એવી પણ ચર્ચા છે કે માર્ચમાં સૈન હોજેમાં એનવીડિયા કોન્ફરન્સ દરમિયાન 63 વર્ષના હુઆંગ અને 48 વર્ષની પોવેલ એક જ હોટેલમાં એકબીજા સાથે આત્મીય વ્યવહાર કરતા જોવા મળ્યા હતા. બન્ને વ્યક્તિ અગાઉથી જ પરિણીત છે અને અન્ય કોઈ જીવનસાથી છે.
કિમ્બર્લી પોવેલ કોણ છે
એનવીડિયાની વેબસાઈટ પ્રમાણે 48 વર્ષની પોવેલ વર્ષ 2008માં ચિપ ઉત્પાદક કંપની સાથે જોડાયા હતા. તેઓ કંપનીના વૈશ્વિક હેલ્થકેર બિઝનેસ જુએ છે. તેમનામાં એક્સીલરેન્ટેડ કોમ્પ્યુટિંગ, AI અને વિઝ્યુઅલાઈઝેશન માટે હાર્ડવેર અને સોફ્ટવેર પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. જે મેડિકલ ઈમર્જીંગ ડિવાઈસ, લાઈફ સાયન્સિસ, ડ્રગ ડિસ્કવરી અને હેલ્થકેર એનાલિટિક્સના ઈકોસિસ્ટમને સંચાલિત કરે છે.
આ અગાઉ પોવેલ કંપનીના ઉચ્ચ શિક્ષણ તથા અનુસંધાન વ્યવસાય સાથે વ્યૂહાત્મક પ્રચાર કાર્યક્રમો એનવીડિયા AI લેબ્સ તથા એનવીડિયા ઈનસેપ્શન પ્રોગ્રામનું નેતૃત્વ કરતાં હતા.
બીજી ઘટના ત્યારે સામે આવી કે જ્યારે હુઆંગે સિંગાપુર સ્થિત ડેટા સેન્ટર કંપની મેગાસ્પીડના સિનીયર એક્ઝિક્યુટીવ એલિસ હુઆંગ સાથે તેમના સંબંધ અંગે સ્વીકાર કર્યો હતો. ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ પ્રમાણેઆ બન્ને વર્ષ 2024 અને વર્ષ 2025માં તાઈપેમાં એક સાથે જોવા મળ્યા હતા.
