Nvidia:ચિપ ઉત્પાદક કંપની એનવિડિયાનું બોર્ડ તેના CEO જેન્સેન હુઆંગને પદ પરથી હટાવવાની તૈયારી કરી રહ્યું છે. એક અહેવાલ પ્રમાણે હુઆંગ બે ગેરમાન્ય સંબંધોમાં સામેલ હોવાનું સામે આવ્યું છે, જે પૈકી એક શંકાસ્પદ ચીની જાસુસ સાથે સંકળાયેલ છે.
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ પ્રમાણે બોર્ડ ટૂંક સમયમાં બેઠક યોજીને ભવિશ્યની ભૂમિકા નક્કી કરી શકે છે. ન્યૂયોર્ક ટાઈમ્સે આપેલી માહિતી પ્રમાણે હુઆંગની કંપનીના એક કાર્યકારી કિમ્બર્લી પોવેલ એટલે કે હેલ્થકેરના વાઈસ પ્રેસિડેન્ટ સાથે સંબંધ હતા, જેઓ તેમને આધિન કામ કરતી હતી.
આ વિવાદની શરૂઆત એલિસ હુઆંગ નામની મહિલા સાથે સંકળાયેલ હોવાનું અહેવાલમાં સામે આવ્યું છે. અમેરિકાની ગુપ્તચર એજન્સીઓના મતે તેઓ એનવીડિયા ચિપ્સને ચીનની કંપનીઓ સુધી પહોંચાડવામાં સામેલ હતા.
રવિવારે કર્મચારીઓને મોકલવામાં આવેલ હુઆંગે પત્ની પ્રત્યે બેવફાઈનો સ્વીકાર કર્યો અને સંપૂર્ણ જવાબદારી લીધી હતી. જોકે આ અંગે વિગતવાર કંઈ પણ માહિતી આપી ન હતી. તે દિવસે બોર્ડે તપાસ શરૂ કરી અને કોઈ વિદેશી ગુપ્તચર અભિયાનને નિશાન બનાવવામાં આવેલ.
એનવીડિયાના શેર ત્યારબાદ આશરે આઠ ટકા ગગડી ગયા હતા. આ સપ્તાહ બોર્ડની તપાસ જાહેર કરવાની જાહેરાત બાદ કંપનીનું માર્કેટ વેલ્યુ આશરે 600 અબજ ડોલર ઘટી ગયું હતું. કંપનીનું આ માર્કટ કેપ આશરે ચાર ટ્રિલિયન ડોલર છે અને તે AI ચિપ્સની અગ્રણી સપ્લાયર છે.
નિષ્ણાતોનું માનવું છે કે તાત્કાલિક હટાવવાથી સંકટનું સર્જન થઈ શકે છે કારણ કે કંપની પાસે કોઈ સ્પષ્ટ ઉત્તરાધિકારીની યોજના નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હુઆંગનું સમર્થન કરતા તેમને સન્માનિત વ્યક્તિ ગણાવવામાં આવ્યા હતા.
જેન્સેન હુઆંગે વર્ષ 1993માં Nvidiaની સ્થાપના કરી હતી અને કંપનીને ગેમિંગ ગ્રાફિક્સથી લઈ AI ચિપ્સ સેક્ટરમાં વિશ્વ કક્ષાની અગ્રણી કંપની બનાવી હતી.
