ભારત-કેનેડાના વેપાર સંબંધોમાં નવા અધ્યાયનો પ્રારંભ: ગુજરાતી મૂળના હેમંત શાહની ITDCના અધ્યક્ષ તરીકે વરણી

આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા બદલ હેમંત શાહને વિવિધ બિઝનેસ ગ્રુપ અને સરકાર તરફથી સન્માનિત કરવામાં આવ્યા છે. વિનીપેગમાં તેઓ 'મિસ્ટર ઈન્ડિયા' તરીકે લોકપ્રિય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 30 Apr 2026 10:01 PM (IST)Updated: Thu, 30 Apr 2026 10:01 PM (IST)
hemant-m-shah-appointed-head-of-india-trade-development-committee-in-canada
HIGHLIGHTS
  • કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ (CHCC)ની મોટી પહેલ
  • દ્વિપક્ષીય વેપારને વેગ આપવા માટે ઈન્ડિયા ટ્રેડ ડેવલોપમેન્ટની રચના

Canada India Trade: કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ (CHCC) અને તેની સમગ્ર કેનેડામાં ફેલાયેલી શાખાઓએ એક પહેલ કરી છે. તેમણે ભારત અને કેનેડા વચ્ચેના આર્થિક સંબંધોને વેગ આપવા અને સરકારી પહેલોને પ્રોત્સાહન આપવા માટે એક સમર્પિત ‘ઇન્ડિયા ટ્રેડ ડેવલપમેન્ટ કમિટી’ (ITDC)ની રચના કરી છે.

હેમંત એમ. શાહ સમિતિનું નેતૃત્વ કરશે

વિનીપેગ સ્થિત જાણીતા બિઝનેસ લીડર અને ગુજરાતી મૂળના હેમંત એમ. શાહને આ મહત્વપૂર્ણ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હેમંત શાહ મેનિટોબા-ભારત વેપાર ક્ષેત્રે પાંચ દાયકાથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે.

મિસ્ટર ઇન્ડિયા’ તરીકેની ઓળખ

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસ ખેડનાર હેમંત શાહ ભારત અને ઉપખંડમાં અનેકવાર મુલાકાત લઈ ચૂક્યા છે. વિનીપેગમાં તેઓ 'મિસ્ટર ઇન્ડિયા' તરીકે લોકપ્રિય છે. આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા બદલ તેમને વિવિધ બિઝનેસ સમુદાયો અને સરકારો તરફથી અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા છે. કેનેડાના ગુજરાતી સમાજમાં એમનું નામ અગ્રણી હરોળમાં છે.

હેમંત શાહે જણાવ્યું કે, અમે સરકાર અને ખાનગી ક્ષેત્ર સાથે મળીને કામ કરવા આતુર છીએ, જેથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણની તકોમાં મોટો વધારો કરી શકાય.

આ નવી સમિતિ દ્વારા CHCC ભારત અને કેનેડાના ઉદ્યોગ સાહસિકો વચ્ચે સેતુ બનીને બંને દેશોના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. સંસ્થા અને હેમંત શાહની ટીમ આગામી સમયમાં વેપારી પ્રતિનિધિ મંડળો અને રોકાણલક્ષી કાર્યક્રમોનું આયોજન પણ કરી શકે છે.