ન્યૂ દિલ્હીમાં ભારતની અધ્યક્ષતામાં G20 સમિટ યોજાઈ ગયો. જેમાં વિશ્વના દિગ્ગજ નેતાઓએ સામેલ થયા હતાં. એટલું જ નહીં આ G20માં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓથી વિશ્વના મોટા નેતાઓ પણ પ્રભાવિત થયા હતાં. ત્યારે ભારતમાં રહેતા લોકો અને વિદેશમાં વસતા ભારતીયો પણ ગર્વની લાગણી અનુભવી છે. જેમાંથી વિનીપેગમાં રહેતાં અને મિસ્ટર ઇન્ડો-કેનેડિયન બિઝનેસમેન હેમંતભાઈ શાહે એક વીડિયો શેર કરી તેમનો રાજીપો વ્યક્ત કર્યો છે. જેના શબ્દશઃ અમે અહીં રજૂ કરી રહ્યા છીએ.
''આ ભારત વસુધૈવ કુટુંબકમમાં માને છે''
હેમંતભાઈ શાહે કહ્યું કે, ''આપણાં ભારતથી દૂર 18 હજાર વિનીપેગ કેનેડાથી આજે G20નું લાઇવ ટેલિકાસ્ટ જોયા પછી મારા પાસે આનંદ વ્યક્ત કરવા માટે શબ્દો નથી. હું તો એટલું જ કહીશ કે, ભારતીય તરીકે મને ગર્વ થઈ રહ્યો છે. વન પ્લેસ, વન અર્થ અને વન ફેમિલી આજે ભારતના માનનીય વડાપ્રધાન કરીને બતાવ્યું દુનિયાને. દુનિયાના વિશ્વ લીડરોને સાથે લાવી અને કરી બતાવ્યું કે, આ ભારત વસુધૈવ કુટુંબકમમાં માને છે.''
''ધન્ય છે ભારત માતા, ધન્ય છે નરેન્દ્ર મોદીને અને તેમની સરકારને''
વધુમાં હેમંતભાઈ શાહે કહ્યું કે, ''આજે ભારતીય તરીકે એક બીજુ ગર્વ થાય કે, જ્યારે રાજઘાટ પર આપણાં પરમ પૂજ્ય ગાંધી બાપુને દુનિયાના બધા સાથે મળીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એ લાઇવ ટેલિકાસ્ટ જોઈને આનંદના આંસુ આવી રહ્યા છે. એના માટે કોઈ શબ્દો નથી જડતાં. આવું ચિત્ર આવા દુનિયાના બધા લીડરો બાપુને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તો શું ભારત સંદેશો આપી રહ્યો છે દુનિયાને! અરે ધન્ય છે ભારત માતા, ધન્ય છે નરેન્દ્ર મોદીને અને તેમની સરકારને. હું તો ફક્ત એટલું કહીશ કે ભારતીય તરીકે ગર્વ અનુભવું છું અને ભારત આવી જ પ્રગતિ કરીને આગળ વધશે તેવી શુભ મંગલકામનાઓ.''
