Egypt: ઈજિપ્તની રાજધાની કાહિરામાં એક મોટા અકસ્માતની ઘટના સામે આવી છે. બુધવારે ભીષણ અકસ્માત સર્જાયો હતો જેમાં 31 લોકોના મોત થયા છે. સામે આવેલી વિગતો અનુસાર ફ્યૂલ ભરેલું એક ટેન્કર પલટી ગયું હતું જેના કારણે ભયાનક આગ લાગી હતી. આ આગ એટલી ભીષણ હતી કે તેની ઝપેટમાં અનેક વાહનો આવી ગયા હતા. જેના કારણે અફરાતફરી મચી જવા પામી હતી. હાલમાં 31 લોકોના મોત અને 15થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
ઈંધણ ભરેલા ટેન્કરમાં લાગી આગ
આ અકસ્માતની ઘટના અગે ઈજિપ્તના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ઈંધણ ભરેલુ એક ટેન્કર રિંગ રોડ પાસે પલટી ગયું હતું. આ અકસ્માત ગ્રેટર કાહિરને જોડતા રીંગ રોડ પાસે એક સુરંગ ઉપર થયો હતો.
ઈજિપ્તના રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો
આગની ઘટના બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. તો બીજી તરફ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસીએ આ દૂર્ઘટનામા મોતને ભેટેલા લોકો પ્રત્યે શોક વ્યકત કર્યો હતો.
ઈજિપ્ત સરકાર ખરાબ ઈન્ફ્રાસ્ટક્ચર પર કરી છે કામ
તમને જણાવી દઈએ એ જે સ્થળે આ અકસ્માત થયો તે રસ્તો કાહિરા, ગીજા અને કલ્પૂબિયા વિસ્તારોને મેઈન હાઈ-વે સાથે જોડે છે. તો આ દૂર્ઘટનના કારણો વિશે જોઈએ તો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને ખરાબ રોડ પ્રમુખ છે. જો કે, ઈજિપ્ત સરકાર હાલમાં રોડ - રસ્તાને સુધારવા ઘણા કામો કર્યા છે. તેમ છતા અકસ્માતો રોકવામાં જોઈએ તેટલી સફળતા મળી નથી. વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને સરકાર ટ્રાફિક ઘટાડવા અને રોડ રસ્તાની સારી સુવિધા માટે કામ કરી રહી છે.
સ્વાસ્થ્ય મંત્રીએ શોક વ્યક્ત કર્યો
સ્વાસ્થ્ય મંત્રી વર્રાકએ આ દૂર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને હોસ્પિટલે પહોંચી ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. આ સાથે સ્વાસ્થ્ય અને મિનિસ્ટ્રી ઓફ પોપ્યુલેશન ખાલિદ અબ્દેલ ગફ્ફારે દુર્ઘટનાના પીડિતો પ્રત્યે ઉંડો શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલા જલદી સ્વસ્થ થાય તે માટે શુભકામના પાઠવી હતી.
