ઇરાનના પરમાણુ કેન્દ્ર નતાંજ પર શનિવારે આકાશી હુમલો થયો છે. ઈરાનની આધિકારીક સમાચાર એજન્સી મિજાનના જણાવ્યા અનુસાર, આ હુમલા પછી કોઈ કિરણોત્સર્ગી સામગ્રી ફેલાઈ નથી. નતાંજ ઈરાનનું એક મુખ્ય યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર છે. જે તહેરાનથી લગભગ 220 કિમી દક્ષિણ-પૂર્વમાં આવેલું છે.
નતાંજ પર હવાઈ હુમલો
આ સ્થાન પર પહેલા ઘણાં હુમલાઓ થઈ ચૂક્યા છે. હાલનાં હુમલામાં અમેરિકા-ઈઝરાયેલ ગંઠબંધન તરફથી કરવામાં આવેલા હવાઈ હુમલાનો એક ભાગ માનવામાં આવે છે. ઈરાને પણ આ ઘાતક હમલાનો જોરદાર જવાબ આપ્યો છે અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કહ્યું છે. આ હુમલો માર્ચ 2026માં થયેલો છે. જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન વિરુદ્ધ મોટા પ્રમાણમાં કાર્યવાહીની શરુઆત કરી છે.
નતાંજનો કેટલોક ભાગ ક્ષતિગ્રસ્ત થયો
ઈરાની પરમાણુ ઉર્જા પ્રમુખ મોહમ્મદ ઈસ્લામીએ સંયુક્ત રાષ્ટ્રના પરમાણુ નિરીક્ષણ સંગઠન IAEAને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે. નતાંજ પર 2 ઘાતક હુમલાઓ કરવામાં આવ્યા છે. સેટેલાઈટ્સ ઈમેજથી જાણવા મળે છે કે, એન્ટ્રી ગેટ અને ઘણીખરી ઈમારતો નુકસાન પામી છે. જેમાંથી લગભગ 3 ઈમારતો સંપૂર્ણ રીતે નાશ પામી છે. ત્યારે IAEA એ પણ પૂષ્ટિ કરી છે કે, નતાંજનો કેટલોક ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે. પરંતુ મુખ્ય ભૂગર્ભ પ્રમોશન હોલ પર કોઈ મોટો પ્રભાવ નથી પડ્યો
ઈરાનના પરમાણું સ્થળોને નિશાને લેવાયા
આ નવો હુમલો જૂન 2025માં થયેલા 12 દિવસીય ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની યાદ અપાવે છે. જેમાં ઈઝરાયેલ અને અમેરિકાના નતાંજ સહિત ઈરાનના પરમાણુ સ્થાનોને નિશાને લેવામાં આવ્યા હતા. ઈરાને દાવો કર્યો હતો કે, તેનો પરમાણું કાર્યક્રમ શાંતિપૂર્ણ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ફલક તે હંમેશા સંદિગ્ધ માનવામાં આવે છે. આ ઘટના ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને ભડકાવી શકે છે. ત્યારે ઈરાને પણ પૂરી તાકાતથી જવાબી કાર્યવાહી કરી છે. જ્યારે અમેરિકા-ઈઝરાયેલ ગઠબંધન ઈરાનના પરમાણું કાર્યક્રમનો ઈરાદો દર્શાવે છે.
