Jensen Huang Resignation: AI ચિપ ઉત્પાદક કંપની Nvidia ના સહ-સ્થાપક જેનસન હુઆંગને CEO પદ પર પરત લાવવાની માંગણીએ જોર પકડ્યું છે. હુઆંગે ગત 12 નવેમ્બરના રોજ બોર્ડ મેમ્બર્સની મીટિંગ બાદ CEO પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. હવે ટેસ્લા અને SpaceX ના CEO એલોન મસ્ક સહિત 43,000 થી વધુ લોકોએ હુઆંગને ફરી Nvidia ના CEO બનાવવા માટે એક ઓપન લેટર પર સહી કરી છે.
એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે, "જેનસનને પાછા લાવવા માટે એક ઓપન લેટર ઝુંબેશ ચાલી રહી છે અને હું પણ તેના પર હસ્તાક્ષર કરી રહ્યો છું." ઓપન લેટરમાં બોર્ડ પાસે માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી કોઈ સ્વતંત્ર તપાસ દ્વારા તથ્યો સ્પષ્ટ ન થાય ત્યાં સુધી હુઆંગને તેમના પદ પર ફરી લેવામાં આવે.
આ પણ વાંચો
'Stand with Jensen' વેબસાઈટ પર 43,000 લોકોનું સમર્થન
જેનસન હુઆંગના સમર્થનમાં સ્વયંસેવકો દ્વારા ચલાવવામાં આવી રહેલું આ અભિયાન 'Stand with Jensen' નામની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ વેબસાઈટ પર એક લાઈવ કાઉન્ટર મૂકવામાં આવ્યું છે, જે દર 30 સેકન્ડે અપડેટ થાય છે. આ કાઉન્ટર મુજબ હસ્તાક્ષર કરનારા 43,000 થી વધુ લોકોમાં 2,980 Nvidia ના વર્તમાન કર્મચારીઓ, 454 પૂર્વ કર્મચારીઓ અને 24,097 શેરધારકો સામેલ છે.
આ ઉપરાંત બાકીના 15,517 લોકોએ સમર્થક તરીકે પોતાના સાઈન કર્યા છે. જોકે, આ અભિયાન ચલાવતા સ્વયંસેવકોએ સ્પષ્ટ કર્યું છે કે, આ ઝુંબેશને સ્વયંસેવકો કે હુઆંગનું સીધું સમર્થન પ્રાપ્ત નથી અને લોકોએ પોતાની માહિતી જાતે આપી છે.

ઓપન લેટરમાં વ્યક્ત કરાયેલી ચિંતાઓ અને જાસુસી વિવાદ
Nvidia બોર્ડને લખવામાં આવેલા ઓપન લેટરમાં હસ્તાક્ષર કરનારાઓએ ચિંતા વ્યક્ત કરી છે કે, જેનસન હુઆંગને કોઈ યોગ્ય પ્રક્રિયા અનુસર્યા વિના જ પદ પરથી હટાવવામાં આવ્યા છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે વિવાદના કેન્દ્રમાં રહેલી મહિલા કોઈ જાસૂસ હતી તે સાબિત કરતો કોઈ પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી. માત્ર આશંકા કે કોઈ વ્યક્તિ સાથેના જોડાણના આધારે જેનસન હુઆંગના નેતૃત્વનો અંત લાવવો એ પૂરતો આધાર નથી.
Nvidia બોર્ડ સમક્ષ રજૂ કરાયેલ 3 મુખ્ય માંગણી
- જેનસન હુઆંગને તરત જ CEO પદ પર પરત લાવે અથવા તો તેમને પદ પરથી હટાવવાથી Nvidia ને શું ફાયદો થશે તે અંગે પુરાવા સાથેનું નક્કર કારણો દર્શાવવામાં આવે.
- ચોક્કસ સમયસીમા અને વ્યાપ ધરાવતી સ્વતંત્ર તપાસ કરાવવામાં આવે અને અંતિમ નિર્ણય લેતા પહેલાં હુઆંગને પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવે.
- Nvidia બોર્ડ પોતાની ચિંતા, પોતાની પાસે રહેલા પુરાવા અને કર્મચારીઓ તથા શેરધારકોના હિતોને કેવી રીતે ધ્યાનમાં લીધા તે અંગે જાહેર સ્પષ્ટતા આપે.
