US Venezuela Conflict: અમેરિકાએ વેનેઝુએલા પર કરેલી સૈન્ય કાર્યવાહીનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે. અમેરિકી સૈન્યએ વેનેઝુએલા પર કાર્યવાહી કરીને રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરીને જેલહવાલે કરી દીધાં છે. જો કે આ ઘટનાક્રમ પર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે. તેમણે દાવો કર્યો હતો કે આ હુમલો અમેરિકી પ્રજાને પસંદ આવ્યો છે. તેમણે કહ્યુ હતું કે માદુરોની ધરપકડથી અમેરિકી ખુશ છે.
હવે અહીં સવાલ પેદા થાય કે શું ખરેખર અમેરિકી પ્રજા ટ્રમ્પની આ સૈન્ય કાર્યવાહીથી ખુશ છે અને તેને બિરદાવી રહ્યા છે? તો આ દાવા પર ન્યુઝ એજન્સી એપીએ એક અહેવાલમાં ટ્રમ્પના દાવા અંગે અમેરિકી નાગરિકોના પ્રતિભાવ લીધા હતાં. આ અહેવાલમાં ટ્રમ્પના દાવાનું પાણી મપાઈ ગયું હતું. કારણ કે લોકોના પ્રતિભાવ ન તો પુરા સમર્થનમાં હતા કે ન તો પુરે પુરા વિરોધમાં હતાં. અમુક અમેરિકી નાગરિકોએ તો એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે આ સૈન્ય કાર્યવાહીથી ક્યાંક અમેરિકા આગામી દિવસોમાં કોઈ મોટા યુધ્ધમાં ન ફસાઈ જાય.
આ પણ વાંચો
જો કે આ અંગે ટ્રમ્પનું કહેવુ છે કે તેની આ કાર્યવાહીથી તેમના મતદારો ખુબ ખુશ છે અને તેઓ કહી રહ્યા છે કે તેમણે આ માટે જ મત આપ્યા હતા. ચૂંટણી પ્રચાર સમયે ટ્રમ્પે વચન આપ્યુ હતું કે તેની નીતિ અમેરિકા પ્રથમની હશે અને વિદેશી ઝઘડાઓથી અંતર જાળવી રાખશે. પરંતુ કોંગ્રેસની મંજૂરી વગર જ વેનેઝુએલા પર કરેલી સૈન્ય કાર્યવાહીએ મેક અમેરિકા, ગ્રેટ અગેનની નીતિ પર વિચાર કરવા માટે મજબુર કરી દીધા છે.
ટ્રમ્પ સમર્થકોની પ્રતિક્રિયાઓ શું છે?
પેન્સિલવેનિયાના બેન્સાલેમમાં ટ્રમ્પ મર્ચેન્ડાઇઝ સ્ટોરમાંથી પસાર થતાં 67 વર્ષીય પોલ બોનરે કહ્યું કે અત્યાર સુધી હું તેમનું સમર્થન કરું છું. જ્યાં સુધી તેઓ સ્થિતિને વધારે બગાડે નહીં, ત્યાં સુધી હું તેમની સાથે છું. તેઓ આ કામગીરીની પ્રશંસા કરે છે, પરંતુ વેનેઝુએલામાં વધુ યુએસ હસ્તક્ષેપ અથવા લેટિન અમેરિકામાં પોતાની તાકાત બતાવવાની ટ્રમ્પની વધતી જતી વાતો કેટલાક સમર્થકોને નારાજ કરી રહી છે.
મિસિસિપીના ફિલાડેલ્ફિયાના 24 વર્ષીય રહેવાસી ચેઝ લુઈસને આ પગલું આઘાતજનક લાગ્યું. તેણે કહ્યું કે વેનેઝુએલાના લોકો સરમુખત્યારશાહીથી મુક્ત છે તે સારું છે, પરંતુ આપણે શું કિંમત ચૂકવવી પડશે? ઇલેક્ટ્રિશિયન એપ્રેન્ટિસ લુઈસને ડર છે કે લશ્કરમાં તેના મિત્રો નવા યુદ્ધમાં ફસાઈ શકે છે. તે તેમને યાદ અપાવે છે કે ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન નવા યુદ્ધોથી દૂર રહેવાનું વચન આપ્યું હતું. આ યુદ્ધની શરૂઆત છે કે નહીં તે જોવાનું રહેશે.
