Operation Sindoor: ઓપરેશન સિંદૂર સમયે પાકિસ્તાનને કરી હતી ભરપૂર મદદ, ચીને પહેલી વખત જાહેરમાં કર્યો સ્વીકાર

એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ઓપરેશન સમયે ચીનના એક ફાઈટર જેટ દ્વારા ભારતના ઓછામાં ઓછા એક ફ્રાંસીસ ફાઈટર જેટને તોડી પાડ્યું હતું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 08 May 2026 07:04 PM (IST)Updated: Fri, 08 May 2026 07:41 PM (IST)
china-help-pakistan-in-war-against-india-beijing-big-admission-on-operation-sindoor-anniversary

Operation Sindoor: છેવટે ચીને સ્વીકાર કર્યો છે કે તેણે ગયા વર્ષે ભારત દ્વારા જે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું તેમાં તેણે પાકિસ્તાનની વાયુસેનાની મદદ કરી હતી. ચીને આ સાથે સૌ પ્રથમ વખત જાહેરમાં સ્વીકાર કર્યો છે કે તેણે ગયા વર્ષે ભારત સાથે યુદ્ધ સમયે પાકિસ્તાનને ટેકનિકલ સહાયતા પૂરી પાડી હતી. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ઓપરેશન સમયે ચીનના એક ફાઈટર જેટ દ્વારા ભારતના ઓછામાં ઓછા એક ફ્રાંસીસ ફાઈટર જેટને તોડી પાડ્યું હતું.

ચીન તરફથી પાકિસ્તાનને કેવી રીતે મદદ કરવામાં આવેલી

ચીનના સરકારી પ્રસારણકર્તા CCTV એ એવિએશન ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઈના (AVIC)ના ચેંગદૂ એરક્રાફ્ટ ડિઝાઈન એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના એન્જીનિયર ઝાંગ હેંગનો ઈન્ટરવ્યૂ શેર કર્યો છે, જે ચીનના અત્યાધુનિક લડાકુ વિમાનો તથા માનવરહિત હવાઈ વાહનોના ડિઝાઈનના મુખ્ય ડેવલપર છે. ઝાંગે ગયા વર્ષે મે મહિનામાં ચાર દિવસ સુધી ચાલેલા યુદ્ધ સમયે પાકિસ્તાનને ટેકનિકી સહાયતા પ્રદાન કરી હતી.

પાકિસ્તાનના વાયુસેના ચીનમાં બનેલા J-10CE લડાકુ વિમાનોના કાફલાનું સંચાલન કરેલું. જેનું ઉત્પાદન AVICની એક સહાયક કંપની કરે છે. એવું કહેવામાં આવે છે કે ભારત સાથે સંઘર્ષ સમયે તેમાંથી એક જેટ દ્વારા ઓછામાં ઓછા એક ફ્રાંસ દ્વારા ઉત્પાદિત રાફેલ લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું. આ ચીનના પ્રસારક CCTV દ્વારા પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે ચાઈનીઝ મોડલના વિમાન દ્વારા દુશ્મનના વિમાનને તોડી પાડવાના અહેવાલ આવ્યા હતા.

અમારા માટે માનસિક તથા શારીરિક બન્ને રીતે એક મુશ્કેલ પરીક્ષા

ઝાંગે કહ્યું કે સપોર્ટ બેઝ પર અમે સામાન્ય રીતે લડાકુ વિમાનો ઉડાન ભરતા અને ગર્જના તથા હવાઈ હુમલાના સાયરન સતત સાંભળતા હતા. મે મહિનામાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ નજીક પહોંચી જતુ હતું. આ અમારા માટે માનસિક તથા શારીરિક બન્ને રીતે એક મુશ્કેલ પરીક્ષા હતી. ઝાંગે CCTVને જણાવ્યું કે તેમની ટીમ ઘટના સ્થળ પર સહાયતા પ્રદાન કરવામાં આ સુનિશ્ચિત કરવાની પ્રેરણા મળી કે ચીનના ઉપકરણ હકીકતમાં પોતાની પૂરી યુદ્ધ ક્ષમતા સાથે પ્રદર્શન કરી શકે.