શેખ હસીના ભારત કેવી રીતે આવ્યા? ભારતીય હાઈકમિશનરે શરણ લેવા અને પ્રત્યાર્પણ અંગે કર્યા મોટા ખુલાસા

ભારતીય હાઈ-કમિશનરે કહ્યું કે, શેખ હસીના બાંગ્લાદેશી લશ્કરી વિમાન દ્વારા ભારત આવ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 04 Oct 2026 11:58 AM (IST)Updated: Sun, 04 Oct 2026 11:58 AM (IST)
bangladesh-news-indian-high-commissioner-on-sheikh-hasina-india-arrival-and-extradition
પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના

Sheikh Hasina Latest News: ઢાકામાં આયોજિત 'બે ઓફ બંગાલ કન્વર્સેસન' દરમિયાન બાંગ્લાદેશ ખાતેના ભારતીય હાઈ કમિશનરે સ્પષ્ટતા કરી કે, બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના ભારતીય વિમાન કે સેના દ્વારા નહીં, પરંતુ બાંગ્લાદેશી સૈન્ય વિમાનમાં ભારત આવ્યા હતા. શેખ હસીનાના ભારત આગમન અને તેમના પ્રત્યાર્પણ અંગે ભારત સરકારના વલણ અંગે આ મોટો ખુલાસો સામે આવ્યો છે.

'પાડોશી તરીકે અમારી ફરજ હતી', સ્થિતિ અંગે ખુલાસો

ભારતીય હાઈ કમિશનરે ઢાકામાં જણાવ્યુ હતું કે, ઓગસ્ટ 2024માં જ્યારે શેખ હસીનાની સરકાર પડી, ત્યારે તે સમયે તેઓ સત્તાવાર રીતે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી હતા. તેમણે કહ્યું કે એક પાડોશી દેશ તરીકે તેમને સ્વીકારવા સિવાય ભારત પાસે કદાચ જ કોઈ બીજો વિકલ્પ હતો અને તેમ કરવું ભારતની ફરજ હતી.

હાઈકમિશનરે સ્પષ્ટતા કરી કે, શેખ હસીનાને ભારતીય વાયુસેના કે થલસેના દ્વારા ભારત લાવવામાં આવ્યા નહોતા, પરંતુ તેઓ બાંગ્લાદેશી સૈન્ય વિમાન દ્વારા જ આવ્યા હતા. જો ભારતે તેમને વિમાન લેન્ડિંગ કરવાની મંજૂરી આપી ન હોત, તો પરિસ્થિતિ કંઈક અલગ જ હોત, કારણ કે ભારતીય અધિકારીઓ અચાનક ઊભી થયેલી સ્થિતિ માટે તૈયાર નહોતા.

શેખ હસીના અને દ્વિપક્ષીય સંબંધો અંગે ભારતનું વલણ

બાંગ્લાદેશ દ્વારા શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે કરવામાં આવી રહેલી માંગ અંગે હાઈ કમિશનરે જણાવ્યું કે, આ વિષય પર કાનૂની પ્રક્રિયા ચાલુ છે. આ કેસમાં અદાલતો સામેલ હોવાથી પ્રત્યાર્પણ માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા આપી શકાય તેમ નથી.

આ ઉપરાંત તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો કોઈ ત્રીજા દેશ સાથેના સંબંધો પર નિર્ભર નથી. બંને દેશોને પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવાનો પૂરતો અધિકાર છે અને પરસ્પર સંવાદ તથા વિશ્વાસ દ્વારા દરેક સમસ્યાનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.