Baba Vanga Predictions 2025: બલ્ગેરિયાના ભવિષ્યવેત્તા બાબા વેંગાનો જન્મ 1911માં થયો હતો અને 1996માં 86 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું, તેમની ભવિષ્યવાણીઓ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. સોવિયત સંઘનું વિઘટન અને અમેરિકામાં 9/11ના આતંકવાદી હુમલા જેવી તેમની અનેક ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે, જેના કારણે લોકો તેમની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ ધરાવે છે.
બાબા વેંગાએ 2025 માટે મુખ્યત્વે ત્રણ મોટી આગાહીઓ કરી હતી. જેમાંથી કેટલીક ભયાનક ભવિષ્યવાણીઓ સાચી ઠરતી દેખાઈ રહી છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. ચાલો જાણીએ કઈ હતી…
મોટું આર્થિક સંકટ
તેમની ભવિષ્યવાણી મુજબ 2025માં દુનિયાને એક મોટા આર્થિક પતનનો સામનો કરવો પડશે. હાલમાં વિશ્વના ઘણા દેશોની ખરાબ આર્થિક સ્થિતિ આ ભવિષ્યવાણી સાચી પડવાના ભયને જન્મ આપી રહી છે.
પ્રાકૃતિક આફતો
બાબા વેંગાએ 2025માં દુનિયાને પ્રાકૃતિક આફતોનો સામનો કરવો પડશે તેવી ચેતવણી આપી હતી, જેમાં વરસાદ અને પૂરથી થતી તબાહીનો સમાવેશ થાય છે. ભારતમાં જમ્મુ-કાશ્મીરથી કેરળ સુધી વરસાદ અને પૂરનો કહેર જોવા મળી રહ્યો છે અને પહાડી રાજ્યોમાં વાદળ ફાટવાની ઘટનાઓ બની છે.
આ ઉપરાંત, તેમણે જ્વાળામુખી ફાટવા અને ખાસ કરીને અમેરિકાના પશ્ચિમી તટ પર વિશેષ ચેતવણી આપી હતી. 2025માં મ્યાનમારમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં પાંચ હજારથી વધુ લોકોના મોત થયા હતા, જે આ ભવિષ્યવાણીને વધુ વિશ્વશનીય બનાવે છે.
ત્રીજું વિશ્વ યુદ્ધ
સૌથી ડરામણી ભવિષ્યવાણીઓમાંની એક એ છે કે 2025માં ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ જશે. તેમણે કહ્યું હતું કે 2025માં યુરોપમાં એક મોટો સંઘર્ષ શરૂ થશે, જે ધીમે ધીમે આખી દુનિયાને પોતાની ઝપેટમાં લઈ લેશે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ આ ભવિષ્યવાણીને સાચી પડવાના ભયને વધુ ઘેરો બનાવી રહી છે.
બાબા વેંગાના મતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક મજબૂત વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવશે. આ ભવિષ્યવાણીઓ સાચી ઠરતી જોઈને લોકોના મનમાં ડર છવાઈ ગયો છે કે શું ખરેખર દુનિયા ભયાનક સમયગાળામાંથી પસાર થવાની છે.