અમેરિકામાં 4 કલાકના દેશવ્યાપી આઉટેજ બાદ એરલાઈન સેવા પૂર્વવત બની, FAA દ્વારા સ્થિતિ સામાન્ય કરવા આદેશ

Aviation Service In America:અમેરિકામાં શુક્રવારે એર ટ્રાફિક કન્ટ્રોલ કોમ્યુનિકેશન સંબંધિત જે ટેકનિકલ ગ્લિચ સર્જાઈ હતી તેને લીધે અટકાવવામાં આવેલ ઉડ્ડયન ેવાને ફરી રાબેતા મુજબ કરવામાં આવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 14 Nov 2026 07:09 AM (IST)Updated: Sat, 14 Nov 2026 08:12 AM (IST)
aviation-services-in-the-us-come-to-a-standstill-operations-at-airports-across-the-country-halt

Aviation Service In America:અમેરિકામાં શુક્રવારે એર ટ્રાફિક કન્ટ્રોલ કોમ્યુનિકેશન સંબંધિત જે ટેકનિકલ ગ્લિચ સર્જાઈ હતી તેને લીધે અટકાવવામાં આવેલ ઉડ્ડયન ેવાને ફરી રાબેતા મુજબ કરવામાં આવી છે. એટલે કે તમામ નિયંત્રણોને હટાવી દેવામાં આવ્યા છે.આજની આ ઘટનાને લીધે અમેરિકામાં 13 હજારથી વધારે ઉડ્ડાનોને અસર થઈ હતી. 

અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ માહિતી આપી હતી કે સ્થાનિક સમય પ્રમાણે બપોરે દેશભરના તમામ એરપોર્ટથી ઉડ્ડાનોને હંગામી ધોરણે અટકાવી દેવામાં આવ્યા હતી. તેની પાછળ પ્રાદેશિક એર ટ્રાફિક કન્ટ્રોલ સેન્ટરોમાં કોમ્યુનિકેશન્સને લગતી સમસ્યાને કારણરૂપ ગણવામાં આવ્યું હતી. FAAએ કહ્યું છે કે આ અસાધારણ સ્થિતિ તથા સુરક્ષા સંબંધિત કારણોને લીધે આ પગલું ભરવામાં આવ્યું હતી.

ટ્રાન્સપોર્ટેશન બાબતના સેક્રેટરી સીન ડફીએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે એર રુટ ટ્રાફિક કન્ટ્રોલ સેન્ટર્સને અસર કરનારી આ કોમ્યુનિકેશન સંબંધિત સમસ્યાને લીધે નેશનલ ગ્રાઉન્ડ સ્ટોપ ઈશ્યુ કરવામાં આવેલ છે. બીજીબાજુ FAA દ્વારા ટેકનિકલ બાબતની તપાસ શરૂ કરવામાં આવી છે.

ગ્રાઉન્ડ સ્ટોપ હેઠળ જમીન પર રહેલા વિમાનોને ઉડ્ડાન ભરવા માટે પરવાનગી આપવામાં આવી નથી. જ્યારે હવામાં ઉડી રહેલા વિમાનોને સુરક્ષિતપણે લેન્ડિંગ કરવા મંજૂરી આપવામાં આવી છે.

ફ્લાઈટ અવેરની માહિતી પ્રમાણે આશરે સાત હજાર ઉડ્ડયન સેવાને અટકાવવામાં આવી છે અથવા તો રદ્દ કરવામાં આવી છે. હોમલેન્ડ સિક્યોરિટી બાબતના સચિવ માર્કવેન મુલિને કહ્યું કે અત્યાર સુધીમાં એવા કોઈ સંકેત મળ્યા નથી કે કોઈ કમનસીબ ઘટના સર્જાઈ હોય. ટેલિકોમ્યુનિકેશન આઉટેજ આ માટે જવાબદાર છે અને યાત્રીઓને ખાતરી આપવામાં આવી છે કે તમામ ઉડ્ડાનો સુરક્ષિત છે. લોકોએ ડરવાની કોઈ જરૂર નથી.

તે 11 સપ્ટેમ્બર 2001ના હુમલા બાદની આ બીજી એવી ઘટના છે કે જ્યારે દેશમાં ગ્રાઉન્ડ સ્ટોપ લગાવવામાં આવેલ છે. અગાઉ જાન્યુઆરી 2023માં FAA દ્વારા કોમ્યુટર સિસ્ટમમાં ખરાબી સર્જાતા આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી.

FAAનું કહેવું છે કે સાવચેતી દર્શાવી તમામ ઉડ્ડયન સેવાને અટકાવી દેવામાં આવી છે અને સામાન્ય સ્થિતિ થાય ત્યારબાદ અપડેટના આધારે યોગ્ય નિર્ણય કરવામાં આવશે અને ઉડ્ડયન સેવા ત્યારબાદ કયા સ્તરે લઈ જવી તે અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે.