APEC Summit:રાષ્ટ્રપતિ ટ્રમ્પને જેનસેન અંગે પ્રશ્ન પૂછવો ભારે પડ્યો; મહિલા પત્રકારને પ્રવેશ કરવા પર લગાવ્યો પ્રતિબંધ

બ્લૂમબર્ગના પત્રકાર એનમેરી હોર્ડર્નને રૂમમાં જતા અટકાવવામાં આવ્યા હતા. ચીનના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત સમયે હોર્ડર્ને રાષ્ટ્રપતિ ટ્રમ્પને પ્રશ્ન કર્યો હતો કે શું જેનસેન હુઆંગને અમેરિકા પ્રત્યે અપ્રમાણિકતા દાખવી છે? આ સંજોગોમાં તેમને બ્લોક કરવામાં આવ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 20 Nov 2026 09:37 AM (IST)Updated: Fri, 20 Nov 2026 09:37 AM (IST)
asking-president-trump-a-question-about-jensen-proved-costly-he-banned-the-female-journalist-from-entry

APEC Summit:એનવીડિયાના ભૂતપૂર્વ વડા જેનસન હુઆંગને લગતા પ્રશ્ન પૂછવા બદલ પત્રકારની સામે કાર્યવાહી થઈ છે. ચીનના અધિકારીઓએ બ્લૂમબર્ગના તે પત્રકારને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાનાર એક બેઠકમાં ભાગ લેતા અટકાવવામાં આવ્યા છે. આમ જેનસેનને લઈ સતત નવા-નવા વાદ-વિવાદ સામે આવી રહ્યા છે.

જેનસન હુઆંગને લગતો પ્રશ્ન પૂછવામાં આવ્યો 

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ યોજવામાં આવેલ એક બેઠકમાં આ પત્રકાર દ્વારા જેનસન હુઆંગને લગતો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ચીનમાં એશિયા-પેસિફિક ઈકોનોમિક કોઓપરેશન સમિટ સમયે મીડિયાની પહોંચને લઈ વ્યાપક પ્રમાણમાં ચર્ચા અને વિવાદ સર્જાયો છે. વિશ્વના સૌથી શક્તિશાળી આ ત્રણ નેતા તેમના પ્રથમ ત્રિપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો, અને પરમાણુ હથિયારો પર અંકુશ મેળવવો, વ્યાપાર અને યુક્રેન યુદ્ધ તથા ઈરાન સામેના યુદ્ધ જેવા મહત્વના મુદ્દાને લઈ ચર્ચા કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પને પ્રશ્ન પૂછવા બદલ પત્રકારને અટકાવવામાં આવ્યા

આ સાથે બ્લૂમબર્ગના પત્રકાર એનમેરી હોર્ડર્નને રૂમમાં જતા અટકાવવામાં આવ્યા હતા. ચીનના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત સમયે હોર્ડર્ને રાષ્ટ્રપતિ ટ્રમ્પને પ્રશ્ન કર્યો હતો કે શું જેનસેન હુઆંગને અમેરિકા પ્રત્યે અપ્રમાણિકતા દાખવી છે? આ સંજોગોમાં તેમને બ્લોક કરવામાં આવ્યા છે. એનમેરી હોર્ડર્નને અટકાવવા ઉપરાંત અન્ય એક પત્રકાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે, અન્ય એક પત્રકારે પણ પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું હતું, જોકે ચીનના અધિકારીઓએ તેને બોલવા દીધા ન હતા અને ત્યારબાદ તેમને ચેતવણી આપવામાં આવેલી કે જોરથી બુમ પાડીને પ્રશ્ન પૂછવો તે અસભ્યતા ગણવામાં આવે છે અને જો કોઈ પત્રકાર દ્વારા આ પ્રકારની હરકત કરવામાં આવે છે તો તેમને બહાર કરી દેવામાં આવશે. આમ જેનસેન અંગે કોઈ પ્રકારના પ્રશ્નનો સામનો થાય તેવું ચીન ઈચ્છતું નથી અને તે માટે તે મીડિયા ખાસ કરીને પત્રકારોને અંકૂશમાં રાખવાનો પ્રયત્ન કર્યો છે.

વ્હાઈટ હાઉસ શું ઈચ્છતું હતું

દરમિયાન વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે હોર્ડર્નને ત્રિપક્ષીય બેઠકમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં, જ્યારે વ્હાઈટ હાઉસ આ પત્રકારને તેમાં ભાગ લે તેવી માટે સતત તરફદારી કરી હતી.