America Iran tension:પશ્ચિમ એશિયામાં ફરી એક વખત તણાવની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાતચીતને લઈ અવરોધ સર્જાવા સાથે સૈન્ય પ્રવૃત્તિ પણ વધી ગઈ છે. ઈરાને વોશિંગ્ટન સમક્ષ યુદ્ધનો અંત લાવવા માટે સાત શરતો રજૂ કરી છે અને આ સાથે આ શરતો નહીં સ્વીકારવાના સંજોગોમાં નિર્ણાયક અને ભીષણ યુદ્ધ માટે તૈયાર રહેવાની પણ ચેતવણી આપી દીધી છે.
ઈરાનના સુરક્ષા બાબતોના વડા મોહસેન રેજાઈએ અલ જઝીરાને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે ઈરાન કતારના સંપર્કમાં છે અને કતારે યુદ્ધનો અંત લાવવા માટે તેની શરતો વોશિંગ્ટન સુધી પહોંચાડી દીધી છે. તેમણે કહ્યું કે ઈરાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જવાબની રાહ જોઈ રહ્યું છે. ઈરાને રજૂ કરેલી શરતોમાં તમામ મોરચે યુદ્ધનો અંત લાવવા, તેના ફ્રીઝ કરેલા ફંડને ઈશ્યુ કરવા તથા નૌકાદળની નાકાબંધની ખતમ કરવાનો પણ સમાવેશ થાય છે. આ સાથે ઈરાને કહ્યું છે કે તેની આ શરતોને સ્વીકારવી તે વોશિંગ્ટનના હિતમાં છે જો ટ્રમ્પ તેમની આ શરતો નહીં સ્વીકારે તો ઈરાન હવે નિર્ણાયક યુદ્ધ લડવા માટે તૈયાર છે.
આ પણ વાંચો
બીજીબાજુ ઈરાન તરફથી આવેલા નિવેદનને પગલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારે સાંજે સ્થાનિક સમય પ્રમાણે કેમ્પ ડેવિડથી વ્હાઈટ હાઉસ પરત ફર્યાં છે. ટ્રમ્પે ત્યાં રાત્રી રોકાણ કર્યાં બાદ પોતાનો વીકેન્ડ પ્રવાસ ટૂંકાવીને પરત ફરવાનો નિર્ણય કર્યો છે.
આ દરમિયાન પશ્ચિમ એશિયામાં અમેરિકાના રાજકીય મિશનો માટે હાઈ સિક્યોરિટી એલર્ટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. અમેરિકાએ ઈરાક, બહેરીન, ઓમાન, સાઉદી અરેબિયા, ઈરાન, કતાર, લેબેનોન, કુવૈત અને જોર્ડનમાં રહેલા અમેરિકીઓને સાવધાની રાખવા સલાહ આપી છે. અમેરિકાના એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન સમર્થિત હૂતી સાઉદી અરેબિયા સામે જે સૈન્ય કાર્યવાહીમાં સામેલ છે તેને લીધે નાગરિકો એરપોર્ટનો તેમા સમાવેશ થાય છે. અમેરિકાએ સ્પષ્ટ કહ્યું છે કે આગામી સમયમાં સૈન્ય સંઘર્ષ વધુ તેજ થઈ શકે છે.
