Earthquake In Peru: પેરુમાં 6.8 તીવ્રતાનો આવ્યો ભૂકંપ, જમીનની નીચે 129 કિમી ઊંડાઈએ કેન્દ્ર બિંદુ નોંધાયું

Earthquake In Peru:પેરુમાં ફરી એક વખત શુક્રવારે ભીષણ ભૂકંપ આવ્યો છે. મધ્ય પેરુમાં આવેલા આ શક્તિશાળી ભૂકંપની તીવ્રતા 6.8 માપવામાં આવી છે અને તેનું કેન્દ્ર બિંદુ એન્ડીઝ વિસ્તારના જૂનિનમાં જમીનથી આશરે 129 કિલોમીટર ઊંડાઈએ હતું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 21 Nov 2026 08:43 AM (IST)Updated: Sat, 21 Nov 2026 08:56 AM (IST)
a-massive-earthquake-struck-peru-the-epicenter-was-recorded-at-a-depth-of-129-km-below-the-ground

Earthquake In Peru:પેરુમાં ફરી એક વખત શુક્રવારે ભીષણ ભૂકંપ આવ્યો છે. મધ્ય પેરુમાં આવેલા આ શક્તિશાળી ભૂકંપની તીવ્રતા 6.8 માપવામાં આવી છે અને તેનું કેન્દ્ર બિંદુ એન્ડીઝ વિસ્તારના જૂનિનમાં જમીનથી આશરે 129 કિલોમીટર ઊંડાઈએ હતું.

લોકો ઘરની બહાર નિકળી ગયા

ભૂકંપની ઝાટકા છેક રાજધાની લીમા સુધી અનુભવાયા હતા અને લોકો ભારે દહેશત વચ્ચે ઘરની બહાર નિકળી ગયા હતા. બીજીબાજુ જર્મનીના રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સિસે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપી છે. આ ભૂકંપનો અનુભવ થવાને લીધે રાજધાની લીમામાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળતો હતો. ભૂકંપના ઝાટકા એટલા તેજ હતા કે દેશની સંસદ ભવન એટલે કે કોંગ્રેસ બિલ્ડિંગમાંથી સાંસદો બહાર નિકળી ગયા હતા. 

પેરુમાં અગાઉ પણ આવી ચુક્યા છે ભૂકંપના આંચકા

અત્રે ઉલ્લેખનીય છે કે પેરુ એ પ્રશાંત મહાસાગર આજુબાજુ આવેલ લાંબી જ્વાળામુખી અને ફોલ્ટ લાઈન વિસ્તાર હેઠળ આવે છે અને પેરુનો વિસ્તાર રિંગ ઓફ ફાયર તરીકે પણ ઓળખવામાં આવતો હોવાથી સતત ભૂકંપના આંકડા અનુભવાતા હોય છે. આ વર્ષના ઓગસ્ટ મહિનામાં પેરુમાં 6.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તે અગાઉ જુલાઈમાં પણ આવેલા ભૂકંપમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભૂકંપની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર હંમેશા આગોતરી તૈયારી કરી રાખતી હોય છે, જેથી મોટી જાનહાનીને ટાળી શકા

સુનામીની ચેતવણી આપવામાં આવી નહીં

મળતી માહિતી પ્રમાણે અમેરિકા દ્વારા આપવામાં આવતી સુનામી ચેતવણીની પ્રણાલીએ કોઈ વોર્નિંગ ઈશ્યુ કરી નથી અને ભૂકંપને લીધે સુનામી આવવાનું કોઈ જોખમ નહીં હોવાનું કહ્યું છે. સ્થાનિક વહિવટીતંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં બચાવ અને નુકસાન અંગે આંકલન કરવામાં આવી રહ્યું છે.