Earthquake: પૃથ્વી નીચે 1.5 કિમી ઊંડાઈએ ભૂકંપના 8000 આંચકા આવ્યા, સ્વીત્ઝર્લેન્ડમાં વૈજ્ઞાનિકોના આ પ્રયોગથી વિશ્વભરમાં ભારે આશ્ચર્ય

આ ખાસ પ્રકારના પ્રયોગો Swiss Alpsની નીચે રહેલી ભૂમિગત લેબોરેટરીમાં કરવામાં આવ્યા હતા. જેથી BedrettoLab કહેવામાં આવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 11 May 2026 03:40 PM (IST)Updated: Mon, 11 May 2026 03:52 PM (IST)
8000-earthquakes-occurred-at-a-depth-of-1-5-km-under-the-earth-in-switzerland-experiment-created-surprise-around-the-world

Earthquake:સ્વીત્ઝર્લેન્ડના બરફથી ઢંકાયેલા પહાડી વિસ્તારોની નીચે વૈજ્ઞાનિકોએ એવા પ્રયોગો કર્યા છે કે જેને લીધા સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે. અહીં જમીનની અંદર જાણીજોઈને એટલે કે કૃત્રિમ રીતે 8000 નાના નાના ભૂકંપ કરવામાં આવ્યા છે. સાંભળવામાં તો આ બાબત ખૂબ જ ડરામણી લાગે છે, પણ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પ્રયોગો સંપૂર્ણપણે સુરક્ષિત હતા તથા આટલી મોટી સંખ્યામાં ભૂકંપ કરવા પાછળનો ઉદ્દેશ ભવિષ્યમાં ભૂકંપોને લીધે થનારા નુકસાનનું પ્રમાણ ઓછું કરવાનો હતો.

ભૂમિગત લેબોરેટરી

આ ખાસ પ્રકારના પ્રયોગો Swiss Alpsની નીચે રહેલી ભૂમિગત લેબોરેટરીમાં કરવામાં આવ્યા હતા. જેથી BedrettoLab કહેવામાં આવે છે. આ લેબ પહાડોની અંદર આશરે 5 કિમી લાંબી સુરંગમાં બનેલી છે. અહીં પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે. વૈજ્ઞાનિકો ખાસ પ્રકારની ઈલેક્ટ્રિક ગાડીઓ મારફતે અહીં પહોંચે છે.

ખડકો ખસવા લાગે છે અને દબાણ સર્જાય છે

આ સંશોધનને ETH Zurichના પ્રોફેસર ડોમેનિકો જિયોર્ડિની તથા તેની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રયોગ સફળ રહ્યો તે અંગે ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે આ સફળતા રહેલ છે. વૈજ્ઞાનિકોનો ઉદ્દેશ એ બાબતને સમજવાનો હતો કે ધરતીની અંદર જ્યારે ખડકો ખસવા લાગે છે અને દબાણ સર્જાય છે ત્યારે ભૂકંપ સર્જાય છે.

જમીનની અંદર હલચલ સર્જી

સામાન્ય રીતે વૈજ્ઞાનિકો કોઈ કુદરતી ભૂકંપને લઈ રાહ જોતા હોય છે અને ત્યારબાદ તેને લઈ અભ્યાસ કરે છે. પણ આ વખતે તેમણે જાતે જ જમીનની અંદર હલચલ સર્જી, તેના માટે ખડકોમાં ઊંડા છેદ કરવામાં આવ્યા અને હાઈ પ્રેશર પાણી છોડવામાં આવ્યું. પાણીના દબાણને લીધે ખડકોમાં ભારે હલચલ સર્જાઈ અને હજારોની સંખ્યામાં નાના ભૂકંપ આવવા લાગેલા.

આ સંપૂર્ણ પ્રોજેક્ટને FEAR-2 રાખવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં યુરોપના અનેક દેશોના વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. અને તે આશરે ચાર દિવસ સુધી પ્રયોગો ચાલ્યા હતા.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ ભૂકંપોની તીવ્રતા ખૂબ જ ઓછી હતી, માટે તેનો લોકોને કોઈ અસહેસાસ થયો ન હતો.પણ જમીનની અંદર મશીનોએ દરેક હલચલની નોંધ કરી હતી.