Nobel Peace Prize:ધરતી પર વિશ્વના અનેક દેશો એકબીજા સાથે સંઘર્ષ કરી રહ્યા છે, જોકે અંતરિક્ષમાં વિશ્વના અનેક દેશ સાથે મળીને કામ કરી રહ્યા છે. કદાંચ એટલે જ તો શાંતિના નોબેલ પુરસ્કારની સંભવિત યાદીમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન(ISS)ની ચર્ચા સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે.ISSને આંતરરાષ્ટ્રીય સહયોગની ખાસ મિસાલ તરીકે જોવામાં આવી રહી છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કારોની જાહેરાત 9 ઓક્ટોબરના રોજ ઓસ્લો ખાતે થશે.
287 ઉમેદવારોનું નામ
આ પણ વાંચો
શાંતિ નોબેલ માટે આ વર્ષે 287 ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે. સંભવિત નામોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કેનેડાના પ્રધાનમંત્રી મર્ક કાર્ની, સૂડાનની ઈમર્જન્સી ટીમ, યુક્રેનમાં બાળકો માટે અધિકારો માટે કામ કરતાં લોકો તથા બે અગ્રણી આંતરરાષ્ટ્રીય અદાલતોનો સમાવેશ થાય છે.
ઓસ્લોમાં ISSSP રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર હાકોન જાર્લો, સંભવિત દાવેદારો પર નજર રાખનારા નિષ્ણાતોમાંના એક છે. તેઓ કહે છે કે ISS અથવા તેનું સંચાલન કરતું આંતરરાષ્ટ્રીય સહયોગ, અવકાશ સંશોધનમાં દેશો સાથે મળીને કામ કરે છે તેનું એક અપવાદરૂપ ઉદાહરણ છે.
ખાસ કરીને એવા સમયે જ્યારે વિશ્વના ઘણા ભાગોમાં આંતરરાષ્ટ્રીય સહયોગ નબળો પડી રહ્યો છે અને દેશો તેમના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ સ્પર્ધામાં છે. ટ્રમ્પે અગાઉ જાહેરમાં નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જોકે ઈરાન અને ઇઝરાયલ અંગે તેમનું વલણ અને નીતિઓ વિવાદાસ્પદ હોવાની શક્યતા છે.
નામજેર્લોની સંભવિત યાદીમાં કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની, યુક્રેનિયન બાળ અધિકાર કાર્યકર્તા માયકોલા કુલેબા, સેવ ધ ચિલ્ડ્રન, સુદાનના ઇમરજન્સી રિસ્પોન્સ રૂમ અને કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સનો સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટને પણ સંભવિત સંયુક્ત દાવેદાર તરીકે જોવામાં આવ્યા છે.
વર્ષ 1997માં ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ બૅન લેન્ડમાઇન્સ સાથે નોબેલ શાંતિ પુરસ્કાર જીતનાર જોડી વિલિયમ્સને આશા છે કે આ વખતે મહિલાઓ મુખ્ય ભૂમિકા ભજવશે. પુરસ્કારના 125 વર્ષના ઇતિહાસમાં 112 પ્રાપ્તકર્તા પૈકી ફક્ત 20 મહિલાઓ જ રહી છે.
