અંતિમ સંસ્કારમાં જઈ રહેલા લોકોની સફર બની અંતિમ, બોટ ડૂબવાથી 24 લોકોના મોત

Nigeria Boat Capsize: દક્ષિણ નાઈજીરિયાના બાયલસા રાજ્યમાં અંતિમ સંસ્કાર માટે જઈ રહેલી બોટ પલટી ગઈ જેમાં 24 લોકોના મોત નિપજ્યા છે. ભવિષ્યમાં આવી ઘટનાને રોકવા સરકારે કડક આદેશે આપ્યા છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Sun, 22 Nov 2026 10:11 AM (IST)Updated: Sun, 22 Nov 2026 10:11 AM (IST)
24-people-die-after-a-boat-capsize-in-southern-nigeria
દક્ષિણ નાઈજીરિયામાં બોટ ડૂબવાથી 24 લોકોના મોત

Nigeria Boat Capsize: દક્ષિણ નાઈજીરિયામાં બોટ અકસ્માતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 24 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 24 લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા છે. આ ઉપરાંત ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલું છે.

નેશનલ ઈમરજન્સી એજન્સીએ રેસ્ક્યૂ ઓપરેશન શરુ કર્યું

આ ઘટના અંગે સામે આવેલી ચોંકાવનારી વિગતો અનુસાર આ બધા લોકો અંતિમ સંસ્કાર માટે જઈ રહ્યા હતા ત્યારે બોટ પલટી ગઈ. ઘટનાની જાણ થતા રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી 24 લોકોને બચાવી લીધા અને હતા અને મૃતક 24 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર નેશનલ ઈમરજન્સી એજન્સીએ હાલમાં 24 મૃતદેહને બહાર કાઢ્યા છે. હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

અંતિમ સંસ્કારની વિધિમાં સામેલ થવા જઈ રહ્યા હતા લોકો

નાઈજીરિયાની રાષ્ટ્રીય ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા માંજો એજેકીએ જણાવ્યું કે, દુર્ઘટનાનો ભોગ બનેલી બોટ એક સમાજના લોકોને બીજા સમાજના લોકોના અંતિમ સંસ્કારની વિધિમાં સામેલ થવા માટે લઈ જઈ રહી હતી. આ દરમિયાન નાઈજીરિયાના દક્ષિણ વિસ્તારમાં આવેલા બાયેલસા રાજ્ય પાસે આ દુર્ઘટના બની.

અકસ્માતની ઘટના બાદ સરકારે આપ્યા કડક આદેશ

આ દુર્ઘટના બાદ સમગ્ર બાયલસા રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને લોકોની સુરક્ષાને અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો બીજી તરફ હવે દુર્ઘટના બાદ સવાલો ઉઠતા બાયલસા સરકાર એક્શનમાં આવી છે અને તમામ બોટ સંચાલકોને સુચના આપી છે કે ભવિષ્યમાં આવી દૂર્ઘટના ન બને તે માટે તમામ બોટ સંચાલકોએ લાઈફ જેકેટ સાથે રાખવા અને યાત્રા દરમિયાન યાત્રીઓને પહેરાવવા. આ ઉપરાંત અકસ્માત રોકવા સરકારે કડક આદેશો જારી કર્યા છે.જેમાં કહેવામાં આવ્યું છે કે, બોટમાં ક્ષમતાથી વધુ લોકોને ન બેસાડવા, બોટની સ્પીડ વધુ ન હોવી જોઈએ અને તમામ યાત્રીઓએ લાઈફ જેકેટ પહેરાલા હોવા જોઈએ.

રાષ્ટ્રપતિએ ઉંડો શોક વ્યક્ત કર્યો

24 લોકોના મોતકની ઘટના બાદ નાઈજીરિયાના રાષ્ટ્રપતિએ ઉંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, જે લોકો આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે તેઓ મોતના હકદાર નહોતો. નોંધનિય છે કે, આ પહેલીવાર નથી જ્યારે આવી દુર્ઘટના બની હોય. આ પહેલા પણ નાઈજીરિયામાં આવી દુર્ઘટના બની ચુકી છે.