Attack In Nigeria:નાઈજીરિયાના પૂર્વોત્તર બોરનો રાજ્યમાં સૈન્ય અડ્ડા પર બોકો હરામના કટ્ટરપંથીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં કટ્ટરપંથીઓએ ઓછામાં ઓછા 10 સૈનિકોના મોત થયા છે અને 20થી વધારે ઈજાગ્રસ્ત થયા છે.
સૈન્ય સૂત્રોએ જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે ઉગ્રવાદીઓએ ગુજામાલા સ્થાનીક સરકારી વિસ્તારોમાં આવેલા આ બેઝ પર હુમલો કર્યો હતો. તેમણે સૈનિકો પર અંકુશ મેળવી લીધો હતો, સૈન્ય વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને નજીકના મૈરારી ગામના કેટલાક વિસ્તારોને આગ લગાડી દીધી હતી.
5 નાગરિકોના થયા મોત
ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકી કહ્યું છે કે આ હુમલામાં ઓછામાં ઓછા 20 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઓછામાં ઓછા પાંચ સામાન્ય નાગરિકો અને એક નવ રક્ષક (ફોરેસ્ટ ગાર્ડ) માર્યાં ગયા છે.
આ ઘટનાનો શિકાર બનેલા માચ્છીમારે જણાવ્યું હતું કે સૈન્ય અડ્ડા પર હુમલા અગાઉ લડાકુઓએ નજીકના ગામ તુમબુન બારેબારીમાંથી 40 કરતાં વધારે નાવ છીનવી લીધી હતી.
જ્યારે અન્ય એક માછીમારે જણાવ્યું હતું કે એક સાથે અનેક જગ્યા પર હુમલા કરવામાં આવ્યા હતા. તફાવત ફક્ત એટલો હતો કે તેમણે માચ્છીમારોને નુકસાન પહોંચાડ્યું ન હતું.
વિદ્રોહને અટકાવવા માટે 17 વર્ષથી અભિયાન
અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પૂર્વી-નાઈજીરિયામાં 17 વર્ષથી વિદ્રોહને અટકાવવા માટે સેના અભિયાન ચલાવી રહેલ છે. જોકે તેમ છતાં સ્થિતિમાં ખાસ સુધારો થયો નથી અને ઈસ્લામીક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિંસ (ISWAP) જેવા ઈસ્લામી ગ્રુપના હુમલા વધી રહ્યા છે.
