Gandhi Jayanti 2026: મહાત્મા ગાંધીના 10 શ્રેષ્ઠ વિચારો, જે દુનિયાભરમાં લોકો માટે પ્રેરણારૂપ બન્યા

Gandhi Jayanti 2026: મહાત્મા ગાંધીના 10 શ્રેષ્ઠ અને પ્રેરણાદાયક વિચારો વાંચો. જાણો રાષ્ટ્રપિતા બાપુના જીવન અને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ વિશે રસપ્રદ માહિતી.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 30 Sep 2026 01:02 PM (IST)Updated: Wed, 30 Sep 2026 01:02 PM (IST)
gandhi-jayanti-2026-mahatma-gandhi-motivational-quotes-and-inspiring-thoughts-in-gujarati

Gandhi Jayanti 2026 | Mahatma Gandhi Motivational Quotes: ભારતને સત્ય અને અહિંસાના માર્ગે આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ 'ગાંધી જયંતિ' તરીકે ભવ્યતાથી ઉજવવામાં આવે છે. 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીને તેમના ઉચ્ચ નૈતિક મૂલ્યો અને નિઃસ્વાર્થ સેવાના કારણે લોકોએ 'મહાત્મા' અને 'બાપુ'નું બિરુદ આપ્યું હતું. આજના આ વિશેષ દિવસને વૈશ્વિક સ્તરે 'આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ' તરીકે પણ મનાવવામાં આવે છે. ત્યારે આજે ગાંધી જયંતિના પાવન અવસરે, આવો જાણીએ બાપુના એવા 10 મહાન અને પ્રેરણાદાયક વિચારો વિશે, જેણે માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરના લોકોને સાચો માર્ગ બતાવ્યો છે.

મહાત્મા ગાંધીના શ્રેષ્ઠ વિચારો | Mahatma Gandhi Motivational Quotes

  1. "મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારા ભગવાન છે અને અહિંસા તેમને પ્રાપ્ત કરવાનું સાધન છે."
  2. "આંખના બદલામાં આંખ આખી દુનિયાને આંધળી બનાવી દેશે."
  3. "દુનિયામાં જે પરિવર્તન તમે જોવા માંગો છો, તે પરિવર્તન પોતાનાથી શરૂ કરો."
  4. "નિઃશસ્ત્ર અહિંસાની શક્તિ કોઈપણ પરિસ્થિતિમાં સશસ્ત્ર શક્તિ કરતાં શ્રેષ્ઠ હોય છે."
  5. "આપણે એવી રીતે જીવવું જોઈએ કે જાણે આપણે આવતીકાલે જ મૃત્યુ પામવાના છીએ, અને એવી રીતે શીખવું જોઈએ કે જાણે આપણે વર્ષો સુધી જીવવાના છીએ."
  6. "નબળા લોકો ક્યારેય માફ કરી શકતા નથી. માફી કરવી એ શક્તિશાળી લોકોનો ગુણ છે."
  7. "વ્યક્તિની ઓળખ તેના કપડાંથી નહીં, પરંતુ તેના ચારિત્ર્યથી થાય છે."
  8. "શક્તિ શારીરિક શક્તિથી નથી આવતી; તે અદમ્ય ઇચ્છાશક્તિમાંથી આવે છે."
  9. "આનંદ જ એકમાત્ર એવું અત્તર છે, જે તમે બીજાઓ પર છાંટો છો ત્યારે તેના થોડા ટીપાં તમારા પર પણ પડે છે."
  10. "આઝાદીનો કોઈ અર્થ નથી, જો તેમાં ભૂલો કરવાની આઝાદી સામેલ ન હોય."